ફાયર વિભાગ સાથે જોડાયેલા કામ માટે 20 હજારની લાંચની માગણી કરવામાં આવી હતી
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા. 16: ગાંધીનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં લાંચના મામલે એન્ટી કરપ્શન બ્યુરોએ
કાર્યવાહી કરી છે. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલને રૂ.20 હજારની લાંચ લેતા રંગેહાથ
ઝડપી પાડવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ, ફાયર વિભાગ
સાથે જોડાયેલા કામ માટે લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદના આધારે એસીબીએ છટકું
ગોઠવી ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલને રૂ.20 હજારની લાંચ સ્વીકારતા ઝડપી પાડયા
છે.
ગાંધીનગર
મનપાની ચૂંટણી જાહેર થવાના માહોલ વચ્ચે ફાયર વિભાગમાં એસીબીની કાર્યવાહીથી વહીવટી તંત્રમાં
ચર્ચા તેજ બની છે. જોકે, લાંચ કયા કામ માટે માંગવામાં આવી હતી અને ટ્રેપની સંપૂર્ણ
વિગતો અંગે એસીબીની માહિતીની રાહ જોવાઈ રહી છે. આ મામલે એસીબીએ કાયદેસરની કાર્યવાહી
શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.