સાઉદીમાં નાગરીક સંરચના અને વેપાર પરિસરો ઉપર હુમલાની નિંદા
નવી
દિલ્હી,
તા.
16 ઃ
ભારતે
સાઉદી
અરબમાં
નાગરીક
સંરચના
અને
વાણિજ્યિક
પરિસરો
ઉપર
હૂતી
વિદ્રોહીઓના હુમલાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરતા ચેતવણી આપી હતી કે આવા હુમલા ક્ષેત્રીય સ્થિરતાને કમજોર કરે છે અને બાબ-અલ-મંદેબના રસ્તે જહાજોની અવરજવરની સ્વતંત્રતા માટે જોખમ પેદા કરે છે.
વિદેશ
મંત્રાલયના
પ્રવક્તા
રણધીર
જયસ્વાલે
પશ્ચિમ
એશિયાની
સ્થિતિ
ઉપર
પૂછવામાં
આવેલા
સવાલનો
જવાબ
આપતા
કહ્યું
હતું
કે,
બ્રિક્સ
શિખર
સંમેલન
દરમિયાન
વિદેશ
મંત્રી
એસ
જયશંકર
અને
સાઉદીના વિદેશ મંત્રી ફૈસલ બિન ફરહાન અલ સઉદ સાથે નવા ઘટનાક્રમ અંગે ચર્ચા થઈ હતી. જેમાં હૂતી વિદ્રોહીનો મુદ્દો પણ સામેલ હતો. આગળ કહેવામાં આવ્યું હતું કે હાલમાં સાઉદી ઉપર થયેલા હુમલાની નિંદા કરવામાં આવી છે. વધુમાં લાલ સાગર વિસ્તારમાં બગડતી સ્થિતિ અંગે પણ ભારત ચિંતિત છે. હુમલામાં નાગરીક સંરચના અને વાણિજ્યિક પરિસરો સામેલ છે. આવા હુમલામાં સ્થિરતા કમજોર કરે છે. આશા છે કે વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા બહાલ થશે.