2026માં ખાદ્યતેલના ભાવ 28 ટકા જેટલા વધી ગયા છે, હવે નબળા ચોમાસાની અસર થઈ રહી છે
રાજકોટ, તા.17 (ફૂલછાબ
ન્યૂઝ) ઃ ખાદ્યતેલના ભાવમાં વ્યાપક તેજી પછી સરકાર આયાત થતાં તેલની જકાતમાં ઘટાડો કરશે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. ચોમાસુ પૂરતો વરસાદ વરસાવવામાં નિષ્ફળ નીવડÎું છે, વરસાદની ખાધનું વર્ષ છે ત્યારે તેલીબિયાંમાં મોટી તેજી તોળાઈ રહી છે. કપરાં સંજોગ વચ્ચે સરકારે આયાત જકાત 5 ટકા ઘટાડવાની જાહેરાત કરી છે. એનાથી તેલ લોબી અને ખેડૂતોમાં ફરી ફફડાટ ફેલાયો છે.
2026માં ખાદ્યતેલના ભાવમાં 6થી 28 ટકા સુધીનો ભાવવધારો થયો છે. એ કારણે સરકાર સફાળી જાગી છે. જોકે હવે 5 ટકા બેઝિક કસ્ટમ ડÎૂટી હળવી કરવાની ચર્ચા શરૂ થઇ છે. અલબત્ત, એ અંગે નિર્ણય નથી આવ્યો પણ તેલ બજારમાં વ્યાપક ચર્ચા છે.
ખાદ્યતેલના ભાવ ધીરે ધીરે કરતા નોંધપાત્ર વધી ગયા છે તે પણ હકીકત છે. અલબત્ત, તેની પાછળ વૈશ્વિક અને સ્થાનિક કારણો છે.
સીંગતેલ સ્થાનિક બજારમાં 2026માં
14 ટકા ઊંચકાઈને રૂ. 3020 પ્રતિ
15 કિલો ટીન થઈ ગયું છે. કપાસિયા તેલ 28 ટકા તોતિંગ વધીને રૂ. 2785-2835નાં મથાળે ચાલી રહ્યું છે જ્યારે પામતેલમાં 19 ટકાના
ભાવવધારા સાથે રૂ. 2370-2375નો ભાવ થઈ ગયો છે.
દેશી ખાદ્યતેલના ભાવ ખાસ્સા ઊંચકાઈ જવા પાછળ કાચા માલની અછત કારણરૂપ છે. મગફળીનું ઉત્પાદન ચાલુ વર્ષે બમ્પર હતું પણ હવે સારી ગુણવત્તાની મગફળી મળતી નથી. સરકારી એજન્સીઓ પાસે પડેલા માલની ગુણવત્તા પીલાણ યોગ્ય નથી. વળી, નવા પાક પર પણ વરસાદના અભાવે ઉતારા ઘટી જવાનું ભારોભાર જોખમ છે એટલે તેલ બજાર ટાઇટ થઈ ગઈ છે. બીજી તરફ પામતેલમાં વ્યાપક તેજી અને કપાસિયાની અછતને પગલે વોશ મોંઘું થતાં કપાસિયા તેલ પણ તેજીની ચરમસીમાએ છે. વેપારીઓના મતે અત્યારે શુદ્ધ કપાસિયા તેલ મળવું મુશ્કેલ છે.