• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

સબાલેંકાને ગુસ્સો ભારે પડયો

યુએસ ઓપન ફાઇનલમાં ટેનિસ કોર્ટમાં રેકેટ તોડવા બદલ 7500 અમેરિકી ડોલરનો દંડ

ન્યૂયોર્ક, તા. 16 : યુએસ ઓપનના ફાઇનલમાં હાર બાદ ગુસ્સામાં રેકેટ તોડનારી આર્યના સબાલેન્કા ઉપર 7500 અમેરિકી ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. યુએસ ઓપન તરફથી કરવામાં આવેલા દંડની કિંમત ભારતીય ચલણમાં 7,19,530 રૂપિયા થાય છે. સબાલેન્કા સતત ત્રીજી વખત યુએસ ઓપનના ફાઇનલમાં પહોંચી હતી. તેની પાસે જીતની હેટ્રીકની તક હતી પણ ફાઇનલમાં હારીને સોનેરી તક ગુમાવી હતી.  ફાઇનલ મેચમાં હારના કારણે સબાલેંકાને નંબર વન મહિલા ટેનિસ ખેલાડીનો તાજ પણ ગુમાવવો પડયો હતો. ત્યારબાદ તે ખૂબ જ ગુસ્સામાં હતી અને કોર્ટે જ પછાડી પછાડીને રેકેડ તોડી નાખ્યું હતું. આ દરમિયાન એક વ્યક્તિ વીડિયો બનાવી રહ્યો હોવાથી સબાલેંકા તેના ઉપર ભડકી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક