નવાગામ ઘેડની મધુવન સોસાયટીમાંથી પકડાયું કારસ્તાન ત્રણ સામે ગુનો દાખલ
ડુપ્લિકેટ દારૂ બનાવી વેચાણ માટે ગોઠવાયો
હતો તખ્તો : 96 ખાલી બોટલ, 270 ઢાંકણા, 52
સ્ટીકર અને 1000 લિટર કેમિકલનો નાશ
જામનગર,
તા.18: જામનગર શહેરમાં રસાયણ, કલર અને એસેન્સના મિશ્રણથી ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ તૈયાર
કરી તેના વેચાણનું મોટું કાવતરું પર્દાફાશ થયો છે. તાજેતરમાં જ ભાવનગર પંથકમાં ઝેરી
દારૂ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 13 જેટલા લોકોનાં મૃત્યુ નીપજવાની ઘટના હજુ લોકોની
સ્મૃતિ તાજી છે, ત્યારે જ જામનગર સીટી બી ડિવિઝન પોલીસ મથક દ્વારા કરવામાં આવેલી સતર્ક
તપાસમાં નકલી દારૂના કારખાના જેવું નેટવર્ક ઝડપાયું છે. આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ભારે
ચકચાર મચાવી દીધી છે.
પોલીસ
બાતમીના આધારે નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી મધુવન સોસાયટી, શેરી નંબર-2, મકાન નંબર-6
ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. મકાન બંધ હોવાથી પોલીસે તાળું ખોલાવીને તપાસ કરતા ડુપ્લિકેટ
દારૂ ભરવાની પ્લાસ્ટિકની 96 ખાલી બોટલ, મેકડોવેલ નંબર-1 બ્રાન્ડના (જુઓ પાનું 10)
નામવાળા
270 નંગ ઢાંકણા, વિવિધ બ્રાન્ડના બનાવટી સ્ટીકરો અને લેબલ, રોયલ ચેલેન્જ ફાઈનેસ્ટ પ્રીમિયમ
વ્હિસ્કીની એક ખાલી કાચની બોટલ જપ્ત કરવામાં આવી છે.
પોલીસ
કાર્યવાહીની ગંધ અગાઉથી જ આવી જતાં આરોપીઓએ પુરાવાઓનો નાશ કરવા માટે મોટો ખેલ પડયો
હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ડુપ્લિકેટ દારૂ બનાવવા માટે આશરે 1000 લિટર
રસાયણ (કેમિકલ)નો જથ્થો મગાવવામાં આવ્યો હતો. પોલીસ પહોંચે તે પહેલાં આરોપી સમન્દરાસિંહના
મિત્ર રીંકાસિંહે આ જથ્થો વાહનમાં ભરી હાપા વિસ્તારમાં પોતાના મકાન પાસેની ગટરમાં ઠાલવી
દીધો હતો. આ ઉપરાંત, આશરે 100 જેટલી પ્લાસ્ટિકની ખાલી બોટલ પણ સળગાવી દેવામાં આવી હતી.
એફએસએલની ટીમ દ્વારા ગટરના પ્રવાહી અને બળેલા પ્લાસ્ટિકના નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા
છે.આ પ્રકરણમાં પોલીસે કુલ ત્રણ શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
છે. જેમાં સમન્દરાસિંહ ભરતાસિંહ ખટાણા ગુર્જર (રહે. મૂળ રાજસ્થાન, હાલ મધુવન સોસાયટી,
જામનગર), વિષ્ણુ ગુર્જર (રહે. રાજસ્થાન), રીંકાસિંહ પરશુરામાસિંહ કુશવાહા (રહે. હાપા,
વેલનાથ સોસાયટી, જામનગર)નો સમાવેશ થાયે છે.
જામનગર
પોલીસ હવે આ કેસના મૂળ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ડુપ્લિકેટ દારૂ
બનાવવા માટેનું આ ઘાતક કેમિકલ ક્યાંથી અને કોણે પૂરું પાડયું હતું? બનાવટી સ્ટીકરો
તથા ઢાંકણાં કયા પ્રિન્ટિંગ પ્રેસ કે શખસ પાસેથી મેળવાયા હતા? અને અગાઉ આ નકલી દારૂ
ક્યાં-ક્યાં વેચવામાં આવ્યો છે? તે તમામ દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.