• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

ભાવનગરમાં પોલીસ પર કાર ચઢાવી હત્યાનો પ્રયાસ બે આરોપી ઝડપાયા બોરતળાવ પોલીસ મથકે ગુનો દાખલ

ભાવનગર, તા.18: ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બનાવવા અને અસામાજિક તત્ત્વો પર લગામ કસવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કુંભારવાડાના માઢિયા રોડ પર વાહન ચાકિંગ કરી રહેલી બોરતળાવ પોલીસ ટીમ પર એક શંકાસ્પદ સ્વિફ્ટ કારનાચાલકે પૂરપાટ ઝડપે કાર ચઢાવીને જાનથી મારી નાંખવાનો જીવલેણ પ્રયાસ કર્યો હતો. પોલીસે અદ્ભુત સમયસૂચકતા અને સાવચેતી દાખવીને નાસી છૂટવાનો પ્રયાસ કરી રહેલા બંને શખસોને સ્થળ પર જ ઘેરી લઈને દબોચી લીધા હતા અને બોરતળાવ પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગંભીર બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ જયદીપાસિંહ ટેમુભાઈ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પીએસઆઈ ડી.કે.ચોસલા દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. પૂછપરછ દરમિયાન ઝડપાયેલા બંને આરોપીઓની ઓળખ રાકેશ ઉર્ફે ભાલી ગગજીભાઈ મકવાણા (રહે. કુંભારવાડા) અને રાકેશ ઉર્ફે કુંભાર રાજુભાઈ સરવૈયા (રહે. આંબેડકરનગર-1, કુંભારવાડા) તરીકે થઈ છે. પોલીસે ગુનો નોંધીને બંને આરોપીઓની ધરપકડ કરી લોકઅપ હવાલે કર્યા છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક