વાહનચાલક
સાથે થયેલી બોલાચાલીનો ખાર રાખી ચાર શખ્સનો હુમલો
(ફૂલછાબ
ન્યુઝ)
ભાવનગર,
પાલીતાણા, તા. 24 : પાલીતાણા શહેરના હાથિયાધાર વિસ્તારમાં વાહનચાલક સાથે થયેલા સામાન્ય
બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. એચ.ડી.એફ.સી બેંક સામે થયેલી બોલાચાલીનો
ખાર રાખીને ચાર શખ્સોએ 18 વર્ષના યુવાન સાથે ઝઘડો કરી છરીના ઘા ઝીંકી દીધા હતા. સોહિલ
પાન સેન્ટર પાસે બનેલી આ ઘટનામાં છાતીના ભાગે ગંભીર ઈજા થતાં યુવાનને પ્રથમ પાલીતાણાની
હોસ્પિટલ અને ત્યારબાદ ભાવનગર ખસેડાયો હતો, જ્યાં મોડી રાત્રે તેનું મૃત્યુ નીપજતાં
પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
મળતી
વિગતો મુજબ, હાથિયાધાર વિસ્તારમાં રહેતા નૈતિકભાઈ ભરતભાઈ પરમાર (ઉ.વ.18) રાત્રે એક્ટિવા
લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે એચ.ડી.એફ.સી. બેંક સામે અમનભાઈ આરબને તેમનો હાથ અડી જતાં
બોલાચાલી થઈ હતી. આ બાબતનો ખાર રાખીને અમનભાઈ આરબ, ચેતનભાઈ રાઠોડ અને સમીરભાઈ લાખાણીએ
નૈતિકભાઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી
આપી
હતી. ત્યારબાદ નૈતિકભાઈ ઘરે પહોંચ્યા બાદ સોહિલ પાન સેન્ટર પાસે પોતાના ભાઈ રોનીકભાઈ
સાથે વાત કરી રહ્યા હતા ત્યારે ચારેય શખ્સો ત્યાં ધસી આવ્યા હતા.
આ દરમિયાન
વિજયભાઈ પરમારે નૈતિકભાઈને પકડી રાખ્યા હતા અને અમનભાઈ આરબે પેન્ટમાંથી છરી કાઢી તેમની
છાતીના જમણા ભાગે તથા ડાબા હાથના કાંડા પર ઘા ઝીંક્યા હતા. લોહીલુહાણ હાલતમાં નૈતિકભાઈને
પાલીતાણાની સદવિચાર હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે ભાવનગર લઈ જવાયા હતા,
જ્યાં રાત્રે આશરે એક વાગ્યે તેમનું મોત થયું હતું. મૃતકના મામા નરેશભાઈ મેરની ફરિયાદના
આધારે પાલીતાણા ટાઉન પોલીસે અમનભાઈ આરબ, ચેતનભાઈ રાઠોડ, સમીરભાઈ લાખાણી અને વિજયભાઈ
પરમાર સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.