એક
નવા રિપોર્ટમાં અતિવૃષ્ટિ, ભૂસ્ખલન, હિમસ્ખલન અને પૂરની ગંભીર ચેતવણી
નવી
દિલ્હી, તા. 23 : પ્રશાંત મહાસાગરમાંથી બહાર
તરફ તબાહી આગળ વધી રહી છે. આ તબાહીનું નામ સુપર અલ નીનો છે. આ ક્ષેત્રમાં બનેલી અલ
નીનોની સ્થિતિની અસર પુરા ભારત ઉપર જોવા મળી શકે છે. રિપોર્ટમાં સુપર અલ નીનોને દશકોમાં
સૌથી ભીષણ સ્થિતિ બતાવવામાં આવી રહ્યો છે. સુપર અલ નીનોના કારણે ક્યાં ગંભીર દુષ્કાળ અને ક્યાંક અતિવૃષ્ટિ થવાની
આશંકા છે.
સુપર
અલ નીનોની અસર અંગે સામે આવેલા એક નવા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અલ નીનોના
પ્રભાવના કારણે હિંદુકુશ હિમાલય ક્ષેત્રના અમુક હિસ્સામાં ખુબ જ વધારે વરસાદ થશે. તેનાથી
આવનારી ઠંડીમાં નેપાળઅ અને આસપાસના દેશોમાં પુર, ભુસ્ખલન અને હિમસ્ખલનનું જોખમ વધવાની
આશંકા છે.
રિપોર્ટ
કાઠમાંડૂ સ્થિત આંતરરાષ્ટ્રીય એકીકૃત પર્વતીય વિકાસ કેન્દ્ર,બીજિંગ નોર્મલ યુનિવર્સિટી
અને ચીની વિણજ્ઞાન એકેડમીએ સંયુક્ત રૂપથી તૈયાર કર્યો છે. હિંદુકુશ હિમાલય વિંટર આઉટ
લુક 2026ના રિપોર્ટમાં નેપાળ, અફઘાનિસ્તાન અને બંગલાદેશ સહિતના દેશોમાં સામાન્ય કરતા
વધારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે
કે ભારે વરસાદ, બરફવર્ષાના કારણે પશ્ચિમ હિમાલયના અમુક વિસ્તારમાં ભૂસ્ખલન, પૂર અને
હિમસ્ખલનની ઘટના બની શકે છે.