• બુધવાર, 25 નવેમ્બર, 2026

વૈભવની આંધીમાં UAE ઉડયું : રાઇઝીંગ સ્ટાર્સ એશિયા કપમાં ઈન્ડિયા-A સેમિ ફાઈનલમાં

વૈભવની વિક્રમી બેવડી સદીથી 250 રનનો વિજય લક્ષ્યાંક માત્ર 14.2 ઓવરમાં હાંસલ કર્યોં : UAEના હરપ્રીત સિંઘની સદી એળે : અરશદ ખાનની 4 વિકેટ

દોહા તા.24: વૈભવ સૂર્યવંશીના પ3 દડામાં 28 છક્કાથી વિશ્વ વિક્રમી 204 રનની આતશી સદીની મદદથી ઇન્ડિયા એ ટીમે યૂએઇ વિરૂધ્ધ 214 દડા બાકી રહેતા 7 વિકેટે ધસમસતી જીત મેળવી રાઇઝીંગ સ્ટાર્સ એશિયા કપ વન ડે ટૂર્નામેન્ટના સેમિ ફાઇનલમાં પહોંચી છે. વૈભવની રન રફતારથી ભારત એ ટીમે માત્ર 14.2 ઓવરમાં 3 વિકેટે 2પ4 રન કરી મેદાન પર રનનો ધોધ વહાવ્યો હતો. વૈભવ પહેલા દડાથી જ યૂએઇના બોલર્સ પર તૂટી પડયો હતો. 1પ વર્ષીય આ ચમત્કારિક બેટધરે અદભૂત અને અસાધારણ સ્ટ્રોકફૂલ બેટિંગ કરીને છક્કાની આતશબાજી કરી હતી. તેના બેટમાંથી 28 ગગનચુંબી છક્કા નીકળ્યા હતા. તેણે માત્ર 28 દડામાં સીંગલ અને પ2 દડામાં ડબલ સદી ફટકારી નવા વિશ્વ વિક્રમ બનાવ્યા હતા.

વૈભવના 204 રન સિવાય રિંકુ સિંહ 27 રને અને કુમાર કુશાગ્ર 1 રને નોટઆઉટ રહ્યા હતા. અભિષેક શર્મા 12 અને પ્રભસિમરસિંઘ 3 રને આઉટ થયા હતા.

આ પહેલા યૂએઇ ટીમે પ0 ઓવરમાં 8 વિકેટે 249 રન કર્યાં હતા. જેમાં હરપ્રીત સિંઘના 144 દડામાં 12 ચોક્કા-4 છક્કાથી 130 રન મુખ્ય હતા. આ સિવાય કપ્તાન બાસિલ હમીદે 36 રનનું અને મોહમ્મદ શાહબાદે 28 રનનું યોગદાન આપ્યું હતું. ભારત એ ટીમ તરફથી અરશદ ખાને 4 વિકેટ લીધી હતી.

 

લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી

દડા        બેટધર    મેચ       વર્ષ

52        વૈભવ સૂર્યવંશી     ભારત એ વિ. યૂએઇ          2026

103     ચાડ બ્વોસ          કેંટરબેરી વિ. ઓટાગો         2024

114     એન. જગદીશન   તામિલનાડુ વિ. અરૂણાચલ  2022

114     હેરી બ્રુક  ઇંગ્લેન્ડ વિ. શ્રીલંકા            2026

 

લિસ્ટ એ ક્રિકેટ મેચની ઈનિંગમાં સૌથી વધુ છક્કા

છક્કા     બેટધર    મેચ       વર્ષ

28        વૈભવ સૂર્યવંશી     ભારત એ વિ. યૂએઇ          2026

23        ડાર્શી શોર્ટ            વેસ્ટ ઓસ્ટ્રેલિયા વિ. કવીસલેંડ        2018

21        બેવોન જેકબ્સ     ઓકલેન્ડ વિ. ઓટાગો        2026

 

લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી સદી

દડા        બેટધર    મેચ       વર્ષ

28        વૈભવ સૂર્યવંશી     ભારત એ વિ. યૂએઇ          2026

29        જેક ફ્રેઝર મેકગર્ક   સાઉથ ઓસ્ટ્રેલિયા વિ. તાસ્માનિયા   2023

31        એબી ડિ’વિલિયર્સ દ.આફ્રિકા વિ. વેસ્ટ ઇન્ડિઝ 2015

32        સકીબુલ ગની       બિહાર વિ. અરૂણાચલ        2025

33        ઇશાન કિશન        ઝારખંડ વિ. કર્ણાટક           2025

ઇ-પેપરના નવા શુલ્ક