-જો
2026ના અંત પહેલા ઈરાન સમજૂતી નહીં કરે તો જોયા જેવી થશે : ટ્રમ્પ
નવી
દિલ્હી, તા.24: અમેરિકા અને ઈરાન વચ્ચેની લડાઈમાં શાંતિનો માર્ગ મળી રહ્યો નથી. અમેરિકાના
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ધમકી આપતાં કહ્યું છે કે, જો નવા વર્ષ સુધીમાં
ઈરાન સાથે કોઈ સમજૂતી નહીં થાય તો અમેરિકા તેના પર ફરીથી સૈન્ય હુમલો કરશે.
ટ્રમ્પે
વાટાઘાટો અંગે ઈરાનના વલણની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેહરાનના અધિકારીઓ
વાતને ફેરવવામાં ખૂબ જ માહેર છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને ઈરાન વચ્ચે ગત ફેબ્રુઆરી
મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. કતાર, ઓમાન અને પાકિસ્તાન જેવા દેશોની મધ્યસ્થી છતાં
બંને દેશો વચ્ચે શાંતિ સમજૂતી થઈ શકી નથી. બંને તરફથી હજી પણ હુમલાઓ ચાલુ છે.
મીડિયા
અહેવાલો અનુસાર, ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન ફક્ત વાતો કરે છે, પરંતુ તેમાંથી કોઈ
નક્કર પરિણામ આવતું નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે તેમને આશા છે કે ઈરાનનાં ટેન્કરો
નાકાબંધી તોડવાનો પ્રયાસ નહીં કરે. જો નાકાબંધી તોડશે તો તેમની હાલત પણ ઈરાનનાં નૌકાદળ
જેવી થશે અને તેઓ પણ સમુદ્રના તળિયે પહોંચી જશે.
ટ્રમ્પનું
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વાશિંગ્ટન અને તેહરાન વચ્ચે તણાવ યથાવત્ છે. ટ્રમ્પ
અનેક વખત વાટાઘાટો દરમિયાન ઈરાન દ્વારા મૂકવામાં આવતી શરતો અંગે અસંતોષ વ્યક્ત કરી
ચૂક્યા છે.
આના
એક દિવસ પહેલાં ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે જો અમેરિકા આંતરરાષ્ટ્રીય
કાયદા અનુસાર યોગ્ય શરતો સ્વીકારી લે તો હોર્મુઝ જળમાર્ગ ફરીથી ખોલવો કોઈ મુશ્કેલ બાબત
નથી.