• બુધવાર, 25 નવેમ્બર, 2026

બીજા ટેસ્ટમાં બાંગલાદેશ વિરૂધ્ધ સંપૂર્ણ વર્ચસ્વ સાથે આફ્રિકા વિજય ભણી

403 રને આફ્રિકા આગળ: એકરમેન અને મુલ્ડરની સદી

સેન્ચૂરિયન તા.24: બાંગલાદેશ વિરૂધ્ધના બીજા ટેસ્ટમાં વર્લ્ડ ચેમ્પિયન દ. આફ્રિકાએ સંપૂર્ણ વર્ચસ્વ થશે એક ઈનિંગની જીત તરફ આગેકૂચ કરી છે. મેચના આજે બીજા દિવસે આફ્રિકી ટીમ 403 રનથી આગળ થઇ છે. દ. આફ્રિકાના બીજા દાવમાં 7 વિકેટે 494 રન થયા છે. આ પહેલા ગઇકાલે મેચના પહેલા દિવસે બાંગલાદેશ ટીમનો 91 રનમાં ધબડકો થયો હતો.

આફ્રિકા તરફથી બીજા દાવમાં ઓપનર માર્કોસ એકરમેને 138 દડામાં 23 ચોક્કા અને 4 છક્કાથી 1પ0 રનની ઝડપી દોઢી સદી ફટકારી હતી. વિયાન મુલ્ડર પણ સદી કરીને 178 દડામાં 12 ચોક્કા-2 છક્કાથી 100 રને આઉટ થયો હતો. ટોની ડિજોર્જીએ 66 રન કર્યાં હતા. બીજા દિવસની રમતના અંતે ઓલરાઉન્ડર માર્કો યાનસન 91 દડામાં 67 રને નોટઆઉટ રહ્યો હતો. બાંગલાદેશ તરફથી શોરિફૂલ ઇસ્લામ અને ખાલિદ હુસેને 2-2 વિકેટ લીધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક