• મંગળવાર, 24 નવેમ્બર, 2026

કોવિડ ક્યારનો ખતમ ઃ દડા પર લાળ લગાડવાની છૂટ મળે ઃ ગિલ

ભારતીય કપ્તાને બેસિન રિઝર્સની સપાટ પીચને ડ્રો માટે જવાબદાર ઠેરવી

વેલિંગ્ટન, તા.23ઃ ન્યુઝીલેન્ડ વિરુદ્ધનો પ્રથમ ટેસ્ટ ડ્રો રહ્યા બાદ ભારતીય કપ્તાન શુભમન ગિલે બેસિન રિઝર્વની પીચની ટીકા કરી હતી. તેણે કહ્યંy પાંચ દિવસ દરમિયાન આ પીચ સપાટ અને ધીમી થતી ગઇ. આથી પરિણામ સુધી પહોંચવું મુશ્કેલ હતું. આ ઉપરાંત ગિલે દડા પર લાળ લગાડવાના પ્રતિબંધને પણ દૂર કરવાની માંગ કરી હતી.

મેચ બાદની પત્રકાર પરિષદમાં ગિલે કહ્યંy કે અમે જયારે મેચ રમવો શરૂ કર્યો ત્યારે એમ લાગ્યું કે આ પીચમાંથી બોલરોને ઘણી મદદ મળશે. પરંતુ ત્રીજા ચોથા અને પાંચમા દિવસે પીચ સપાટ થઇ ગઇ. પીચ પર કોઇ તિરાડ ન હતી. બોલરોને પીચમાંથી મદદ મળી રહી ન હતી. પીચ બસ ધીમી થતી ગઇ. મારૂ માનવું છે કે ટેસ્ટ ક્રિકેટ માટે આ પીચ સારી ન હતી. આખરી ત્રણ દિવસમાં ફાસ્ટર કરતા સ્પિનર્સ બેટર્સની બિટ કરવામાં વધુ સફળ રહ્યા. જો કે આ વસ્તું પરિણામ માટે પુરતી ન હતી. આથી જ અમે મેચની એક કલાક બાકી હોવા છતાં મેચ ડ્રોમાં સમાપ્ત કરવા સંમત થયા હતા. કારણ કે વધુ 10-1પ ઓવર ફેંકવાથી કાંઇ ફરક પડવાનો ન હતો.

ગિલે કહ્યંy ડ્રો પરિણામથી અમે ઘણા નિરાશ છીએ. જો કે આ રમતનો એક ભાગ છે. પાછલા પ-7 વર્ષમાં બહુ ઓછા મેચ ડ્રો રહ્યા છે. અમને ડ્રોની આદત નથી. આ તકે ગિલે એવો સવાલ ઉઠાવ્યો કે કોવિડ-19ના સમયથી આપણે ઘણા આગળ નીકળી ચૂકયા છીએ. કોવિડ વખતે દડા પર લાળ લાગડવા પર પ્રતિબંધ મુકાયો હતો. આ વાતને 7-8 વર્ષ થઇ ચૂકયા છે. મને નથી સમજાતું દડા પર લાળ (થૂંક) લગાડવા પરનો પ્રતિબંધ કેમ હટાવવામાં આવતો નથી. ડ્રો મેચનું આ પણ એક કારણ છે. ગિલે કુકુબુરા બોલની પણ ટીકા કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક