ઉમેદવાર
ફક્ત માઉસ હલાવે અને હેકર પ્રશ્નોના જવાબ આપે
લખનૌ,
તા. 23 : દેશના લાખો યુવાનો સરકારી નોકરીના સપના સાથે રાત-દિવસ એક કરીને સ્પર્ધાત્મક
પરીક્ષાઓની તૈયારી કરે છે. આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પણ તેઓ કાચિંગ અને પુસ્તકો પાછળ
ખર્ચ કરે છે પરંતુ કલ્પના કરો કે પરીક્ષા ખંડમાં તમારી બાજુમાં બેઠેલો ઉમેદવાર માત્ર
ઈઈઝટ કેમેરાને છેતરવા માટે કમ્પ્યુટરનું માઉસ આમ-તેમ ફેરવતો હોય, અને તેના પ્રશ્નોના
જવાબ ક્યાંક દૂર બેઠેલો કોઈ હેકર આપી રહ્યો હોય તો!
ઉત્તર
પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (UP STF)ની તપાસમાં સ્ટાફ સિલેક્શન કમિશનની
ઓનલાઈન ભરતી પરીક્ષાઓમાં આવું જ એક રૂા.160 કરોડનું હાઈ-ટેક કૌભાંડ સામે આવ્યું છે.
મે 2026માં એક સામાન્ય દરોડાથી શરૂ થયેલી આ તપાસ નવેમ્બર 2026માં ફોરેન્સિક રિપોર્ટ
આવ્યા બાદ દેશના સૌથી મોટા ડિજિટલ પરીક્ષા કૌભાંડ તરીકે બહાર આવી છે. આ સમગ્ર કૌભાંડના પર્દાફાશની શરૂઆત 22 અને 23 મે,
2026ના રોજ થઈ હતી. ઞઙ જઝના નોઈડા યુનિટે ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક વિસ્તારમાં આવેલા
બાલાજી ડિજિટલ ઝોન પરીક્ષા કેન્દ્ર, બોધી તારુ ઇન્ટરનેશનલ સ્કૂલ અને અન્ય એક કેન્દ્ર
પર ચાલુ પરીક્ષાએ દરોડા પાડ્યા હતા. તે સમયે CAPF,
SSF કોન્સ્ટેબલ (GD), SSC CPO અને આસામ રાઈફલ્સની ઓનલાઈન ભરતી
પરીક્ષાઓ ચાલી રહી હતી.