• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

રૂ. 80 હજારની ઉઘરાણીમાં જૂનાગઢના યુવાનની હત્યા !

કલરકામના બહાને બોલાવી પિતા-પુત્રએ રચ્યું કાવતરું ઃ જેતપુર નજીક ભાદર નદીમાંથી મૃતદેહ મળતાં હત્યાનો ભેદ ઉકેલાયો, બંને આરોપીની ધરપકડ

 

જૂનાગઢ, તા.26ઃજૂનાગઢમાં રૂ.80 હજારની લેતીદેતીના મામલે એક યુવાનની હત્યા થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાદમાં જેતપુર નજીક પાંચ પીપળા ગામ પાસે ભાદર નદીના પુલ પરથી ફેંકી તેની હત્યા કરવામાં આવી હોવાનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે.

આ બનાવમાં સુખનાથ ચોક વિસ્તારમાં કુંભારવાડામાં રહેતા 27 વર્ષીય સમીર હનીફ શેખનું મોત થયું છે. સમીરે મધુરમ વિસ્તારમાં રહેતા નાસીરખાન પઠાણ પાસેથી રૂ.80 હજાર હાથઉછીના લીધા હતા. નાણાંની ઉઘરાણી મુદ્દે બંને વચ્ચે મનદુઃખ ચાલતું હતું. આ મામલે નાસીરખાન અને તેના પુત્ર દાઉદે કાવતરું ઘડÎાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સમીરના ભાઈ સાહિલ હનીફ શેખે નાસીરખાન સામે શંકા વ્યક્ત કરી ફરિયાદ નોંધાવી હતી.

જેતપુર ઉદ્યોગનગર પોલીસને સમીરનો મૃતદેહ મળી આવતાં પરિવારને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ જૂનાગઢ સી ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી સીસીટીવી ફૂટેજ ચકાસતાં સમીરને પિતા-પુત્ર સાથે જતા હોવાની કડી મળી હતી. જેના આધારે નાસીરખાન પઠાણ અને તેના પુત્ર દાઉદ નાસીરખાન પઠાણની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ નાસીરખાનનું મૂળ નામ નાનજી કાતરિયા છે અને તેની સામે અગાઉ પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે બંને સામે કાવતરું, અપહરણ અને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક