ગાંધીનગર
ખાતે ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં નૂતન વર્ષ નિમિત્તે
પત્રકાર સ્નેહમિલન સમારોહ યોજાયો
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.25 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં
ગાંધીનગર ખાતે નૂતનવર્ષ નિમિત્તે પત્રકાર સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રીએ
સૌને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત અને નશામુક્ત
ભારતના સંકલ્પને મિડિયા જગત અને સરકારના સંકલનથી સાકાર કરવાનું આહ્વાન કર્યુ હતું.
મુખ્યમંત્રીએ
જણાવ્યું હતું કે, સરકાર માટે પત્રકારો ક્યારેય અલગ ન હોઈ શકે. સરકાર માટે ટીકા એ ટોનિક
સમાન છે. સરકાર અને પત્રકારો વચ્ચે પરસ્પર સંવાદ, સહકાર અને રચનાત્મક અભિગમ લોકશાહીને
વધુ મજબૂત બનાવે છે. 2047 સુધીમાં વિકસિત ભારતનું વડાપ્રધાનનું વિઝન અને નશામુક્ત ભારતનો
સંકલ્પ સાકાર કરવા માટે આપણે સૌ સાથે મળીને કાર્યરત રહીએ.
વિધાનસભાના
અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રીમંડળના સભ્યો, ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય જગદીશભાઈ
વિશ્વકર્મા ઉપસ્થિતિમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના
નેતૃત્વમાં રાજ્ય સરકાર અને પત્રકારો ‘ટીમ ગુજરાત’ તરીકે સાથે મળીને રાજ્યને વધુ મજબૂત
બનાવવા કાર્યરત છે. પત્રકારો માત્ર ટીઆરપી માટે નહીં પરંતુ ગુજરાત અને તેના નાગરિકોના
હિતમાં સાચી માહિતી લોકો સુધી પહોંચાડવાનું અને સરકારની ભૂલો પ્રત્યે ધ્યાન દોરવાનું
અત્યંત જવાબદારીભર્યું માધ્યમ બન્યા છે.