3ની ધરપકડ ઃ સાયલા અને વિસાવદરના મોટા કોટડા નજીક દારૂ ભરેલા બે ટ્રક ઝડપાયા, રાજકોટ રેન્જનો સપાટો
સુરેન્દ્રનગર,જુનાગઢ,
તા.26ઃ
રાજકોટ રેન્જની
ટીમે દારૂની
હેરાફેરી સામે
બે અલગ-અલગ
સ્થળે મોટી
કાર્યવાહી કરી
કુલ 18,267 બોટલ
વિદેશી દારૂનો
જથ્થો ઝડપી
પાડ્યો છે.
સુરેન્દ્રનગરના સાયલા
નજીક ઢેઢુકી
ટોલનાકા પાસે
લોખંડના વાલ
ભરેલા 41 બોક્સની
આડમાં દારૂની
હેરાફેરી કરતા
ટ્રકમાંથી 10,608 બોટલો
મળી આવી
હતી, જ્યારે
જૂનાગઢના વિસાવદર
નજીક મોટા
કોટડા પાસે
બીજા ટ્રકના
ખાસ બનાવેલા
ચોરખાનામાંથી 7,659 બોટલ
દારૂ ઝડપાયો
હતો. બંને
કાર્યવાહીમાં કુલ
રૂ.1.45 કરોડથી
વધુનો મુદ્દામાલ
કબજે કરવામાં
આવ્યો છે.
દારૂની હેરાફેરી
માટે અપનાવાયેલી
અલગ-અલગ
તરકીબોનો પર્દાફાશ
થતાં બુટલેગરોમાં
ફફડાટ ફેલાયો
છે.
રાજકોટ રેન્જના
ડીઆઈજી નિર્લિપ્ત
રાયની સૂચનાથી
પી.આઈ.
અપૂર્વ પટેલના
માર્ગદર્શન હેઠળ
સાયલામાં કાર્યવાહી
કરી જૂનાગઢના
જાવેદ જાકીરહુસેન
મટારી અને
આરીફ હુસેનભાઈ
સમાને ઝડપી
લેવાયા હતા.
દારૂ મંગાવનાર
તોસીફની શોધખોળ
ચાલી રહી
છે. ટ્રક,
દારૂ, મોબાઈલ
અને અન્ય
મુદ્દામાલ સહિત
રૂ.1.22 કરોડથી
વધુની કિંમતનો
જથ્થો કબજે
કરાયો હતો.
બીજી તરફ
મોટા કોટડા
નજીક રેન્જ
સ્ક્વોડના પી.આઈ.
વાય.બી.
રાણા અને
પી.એસ.આઈ.
આર.જી.
ચુડાસમાની ટીમે
ભાણવડ તાલુકાના
મોખાણા ગામના
આલા મેપા
સાવધરીયાને ઝડપી
લીધો હતો.
તેણે દારૂનો
જથ્થો વાપી
ટોલનાકેથી ભરી
આપ્યો હોવાનું
પ્રાથમિક પૂછપરછમાં
જણાવ્યું હતું.
આ કેસમાં
દેવા નારણ
સાવધરીયા સહિત
અન્ય શખ્સોની
સંડોવણી અંગે
તપાસ ચાલી
રહી છે.
બંને બનાવમાં
દારૂનો જથ્થો
ક્યાંથી આવ્યો
અને કોને
પહોંચાડવાનો હતો
તે દિશામાં
પોલીસ તપાસનો
ધમધમાટ શરૂ
થયો છે.