ધ્રાંગધ્રા,
તા.14 : ડુમાણા ગામે રહેતા અને રાજસીતાપુર ગામે પીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીમાં જૂનિ.
આસિ. તરીકે નોકરી કરતા બલભદ્રસિંહ વનરાજસિંહ ઝાલા નામના અધિકારી દુદાપુર ગામે મીટર
રીડિંગનાં કામે ગયા હતા ત્યારે દલુભાઈ કોળીનાં મકાનમાં વીજ વપરાશના રીડિંગ લેતા અગાઉના
રીડિંગ સરખા જણાઈ આવતા વીજમીટરમાં ઝીરો રીડિંગ આવતા તેનો મોબાઇલથી ફોટો પાડયો હતો.
આથી
દલુભાઈ કોળી અને તેના પુત્ર પ્રવીણે ફોટો ડીલિટ કરવાનું કહેતા ઈનકાર કરતા પિતા-પુત્ર
ઉશ્કેરાયા હતા અને બલભદ્રસિંહ પર ધોકાથી હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ
અંગે પોલીસે જૂનિ.એન્જિ. મોહસીન મહેબૂબ શેખની ફરિયાદ પરથી દલુ ઠાકરસી કોળી અને પ્રવીણ
દલુ કોળી વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.