• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

સુરત એરપોર્ટ પરથી 6.5 કરોડની કિંમતના હાઇબ્રીડ ગાંજા સાથે બે મુસાફર ઝડપાયા

સુરત, તા.19 ઃ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે બેંગકોકથી આવેલા બે જયપુરના મુસાફર પાસેથી અંદાજે 6.5 કરોડનો ઉચ્ચ ગુણવત્તાનો 6.4 કિ.ગ્રા હાઇબ્રિડ ગાંજો જપ્ત કરી બન્ને યુવકોની ધરપકડ કરી કાર્યવાહી હાથ

ધરી છે.

ગત રાત્રે બેંગકોકથી સુરત આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર આઇએક્સ-236ના મુસાફરોનું કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા રૂટિન ચાકિંગ અને પ્રોફાઇલિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન જયપુરના બે પુરુષ મુસાફરોની હિલચાલ શંકાસ્પદ જણાતા તેમને અટકાવી સઘન પૂછપરછ કરવામાં આવી હતી. આ મુસાફરોએ ચેક-ઇન કરેલા સામાનની તપાસ કરવામાં આવતા સામાનની અંદર સંતાડેલા 30 વેક્યુમ-પેક્ડ પારદર્શક પોલીથીન પેકેટ્સ મળી આવ્યા હતા. આ પેકેટ્સમાં લીલાં પાંદડાં જેવા પદાર્થનો કુલ જથ્થો આશરે 6.4 કિ.ગ્રા હતો. ડ્રગ ડિટેક્શન કિટ દ્વારા તપાસ કરતા આ પદાર્થ હાઇબ્રિડ ગાંજો હોવાની સ્પષ્ટતા થઈ હતી. જેની બજાર કિંમત અંદાજિત રૂ. 6.5 કરોડ હોવાનું સામે આવ્યું હતું. કસ્ટમ્સ વિભાગે બન્ને મુસાફરોની સ્થળ પર જ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ તો કસ્ટમ્સ વિભાગ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે, આ ગાંજો સુરતમાં આરોપીઓ કોને પહોંચાડવાના હતા? આ કેસમાં અનેક મોટા ખુલાસા થવાની સંભાવના છે.  

ઇ-પેપરના નવા શુલ્ક