સુરતના કાપોદ્રામાં પત્ની બાળકોને
હેરાન કરતી હોવાથી કેન્સર પીડિત પતિએ ધોકાના આડેધડ ઘા માર્યા
સુરત, તા.1ર: શહેર કાપોદ્રા વિસ્તારમાં
કેન્સરથી કંટાળી ગયેલા રત્નકલાકારે પત્નીને માથા ભાગે કપડા ધોવાનો ધોકો મારી નાખવાનો
પ્રયત્ન કર્યો હતો બાદમાં તે પોલીસ સમક્ષ હાજર થઈ મે મારી પત્નીને મારી નાખી હોવાનું
જણાવ્યું હતું. જો કે પોલીસે ઘટનાની ગંભીરતા લઈ તાત્કાલિક રત્નકલાકારના ઘરે જઈ મહિલાને
લોહી લુહાણ હાલતમાં જોઈ પ્રથમ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત
મુજબ કાપોદ્રા શ્રીજીનગર વિભાગ-રમાં રહેતા રત્નકલાકારે રોજિંદા ઝઘડાથી કંટાળીને પત્નીના
માથામાં કપડા ધોવાનો ધોકા માર્યા હતા બાદમાં પોલીસ સમક્ષ હાજર થઈ જણાવ્યું કે, મેં
મારી પત્નીને મારી નાખી છે. પોલીસ તેની સાથે ઘેર પહોંચી ત્યારે તેની પત્ની બાથરૂમમાં
નિર્વત્ર હાલતમાં લોહી લુહાણ પડેલી હતી. પોલીસે તરત જ તેને સારવાર માટે હોસ્પિટલમાં
ખસેડતા તેણીનો જીવ બચ્યો હતો.
રત્ન કલાકાર ભરત વલ્લભ મોરડિયાએ
પહેલી પત્ની સાથે છૂટાછેડા બાદ દસ વર્ષ અગાઉ મોનિકા સાથે બીજા લગ્ન કર્યા હતા. મોનિકાના
પણ તે બીજા લગ્ન હતા. તેણી ભરતભાઈના પહેલા લગ્ન થતી અવતારેલા એક પુત્ર અને પુત્રીની
સાથે રહેતા હતા. જો કે બે વખત ગળાના કેન્સરની સારવાર કરાવનાર ભરતભાઈ સાથે મોનિકા નાની-નાની
વાતોમાં ઝઘડા કરી પહેલા લગ્ન થકીના બે બાળકને હેરાન કરતી હતી. જેથી તે કંટાળ્યો હતો.
ગત બપોરે ભરત સાથે ઝઘડો કરી મોનિકા બાથરૂમમાં કપડા ધોઈને નાહવા ગઈ હતી. ત્યારે તેને
હત્યા કરવાનો નિર્ણય કરી બાથરૂમમાં ગયા હતા. મોનિકાને માથામાં કપડા ધોવાના પ્લાસ્ટિકના
ધોકા વડે આડેધડ ઘા મારતા મોનિકા ત્યાં લોહી લુહાણ હાલતમાં પડી હતી.
ભરત તેના બાળકોને પોતાની બહેનના
ઘરે મૂકીને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો, અને કહ્યું કે, મેં મારી પત્નીને
મારી નાખી છે. મને જેલમાં નાખી દો. પોલીસે તરત જ ભરતના ઘરે પહોંચ્યા તે ત્યાં મોનિકા
બાથરૂમમાં નિર્વત્ર હાલતમાં લોહી લુહાણ પડી હતી.