• શનિવાર, 21 ડિસેમ્બર, 2024

વડોદરામાં છાત્રા સાથે દુષ્કર્મ આચરનાર મકરપુરા ગામના વિધર્મી શખસની ધરપકડ છાત્રાને ગરબા રમવા બોલાવી ફોટા પાડવા માટે ધમકાવતો’તો

વડોદરા, તા.11 : ભાયલી વિસ્તારમાં સગીરા સાથેના દુષ્કર્મના બનાવ બાદ વધુ એક આવી ઘટના પોલીસમાં નોંધાઇ હતી અને સોશિયલ મીડિયા મારફત સંપર્કમાં આવેલી છાત્રાને મકરપુરા ગામના વિધર્મી શખસે છાત્રાને ધમકાવી અવારનવાર દુષ્કર્મ આચર્યાનો કિસ્સો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે વિધર્મી શખસ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, વડોદરામાં રહેતી અને ધોરણ-1ર સાયન્સમાં અભ્યાસ કરતી સગીર વયની છાત્રા ચારેક માસ પહેલા સોશિયલ મીડિયા મારફત મકરપુરા ગામના વાજીદશા દિવાન નામના વિધર્મી શખસના સંપર્કમાં આવી હતી અને બાદમાં બન્ને વચ્ચે મિત્રતા બંધાઇ હતી અને બાદમાં વાજીદશા દિવાન દ્વારા છાત્રાને તેની સાથે પ્રેમસંબંધ બાંધવા માટે ધમકી આપવામાં આવતી હતી અને વાજીદશા દિવાન છાત્રાની સ્કૂલે જઈ બળજબરીથી વાત કરવાનો પ્રયાસ કરતો હતો અને હાલમાં નવરાત્રી ચાલતી હોય વાજીદશા દિવાને માંજલપુર વિસ્તારમાં ગરબાના મેદાનમાં છાત્રાને મળવા માટે બોલાવતો હતો અને ગરબાના મેદાનમાં ફોટા પાડવા માટે દબાણ કરી ધમકાવતો હતો.

બાદમાં છાત્રાએ વાજીદશા દિવાન સાથે સંબંધ તોડી નાખવાનુ નક્કી કર્યું હતું અને વાજીદશાને છાત્રાના ભાઈએ સમજાવાનો પ્રયાસ કરતા ધમકી આપી તેની બહેનને ઉઠાવી જવાની ધમકી આપી હતી. બાદમાં છાત્રાને બ્લેકમેઈલિંગ કરી એસ.આર.પી.ગ્રુપ પાસે રહેતા તેના મિત્રના ઘેર વાજીદશા લઈ ગયો હતો અને છાત્રા સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં છાત્રાએ માંજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મકરપુરા ગામના વાજીદશા દિવાન વિરુદ્ધ પોસ્કો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક