• શનિવાર, 21 ડિસેમ્બર, 2024

માંગરોળના સામૂહિક દુષ્કર્મના ગુનામાં ત્રીજો નરાધમ છ દિવસના રિમાન્ડ પર

બાઇક માલિક સાથે થયેલી વાતચીતનો પુરાવો મળ્યો

સુરત, તા.1ર : માંગરોળ પંથકમાં એક સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચરવાના ગુનામાં પોલીસે ત્રીજા નરાધમને અમદાવાદ રેલવે સ્ટેશનથી ઝડપી લઈ છ દિવસના રિમાન્ડ પર લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, માંગરોળ પંથકમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચરવાના ગુનામાં પોલીસે ગણતરીનાં કલાકોમાં મુન્ના અને શિવશંકરને ઝડપી લીધા હતા. દરમિયાન શિવશંકરની એકાએક તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું તેમજ આરોપી મુન્નાને સાત દિવસના રિમાન્ડ પર લીધો હતો. દરમિયાન ફરાર રામ સજીવન ઉર્ફે રાજુ રામસબત વિશ્વકર્મા નામનો ત્રીજો આરોપી અમદાવાદથી તેનાં વતન ટ્રેન મારફત નાસી છૂટવાની પેરવીમાં હોવાની બાતમીના આધારે રેલવે પોલીસે અમદાવાદથી ટ્રેનમાંથી ઝડપી લીધો હતો અને સુરત પોલીસે રામસજીવન ઉર્ફે રાજુનો કબજો મેળવી ધરપકડ કરી છ દિવસના રિમાન્ડ પર લીધો હતો. પોલીસની વધુ તપાસમાં બનાવ બાદ રામસજીવન ઉર્ફે રાજુએ બાઇક માલિક તનવીર સાથે વાતચીત કરી હોવાનું ખૂલ્યું હતું તેમજ બાઇક માલિક તનવીર સાથે ત્રણેય શખસે વાતચીત કરી હોય તે તનવીરે રેકોર્ડ કરી લીધી હતી. જે પુરાવો મળી આવતા પોલીસે કબજે કર્યે હતો અને રાજુનો વોઇસ સ્પેક્ટોગ્રાફી ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક