• શનિવાર, 21 ડિસેમ્બર, 2024

જૂનાગઢ : નવરાત્રિમાં ખલેલ કરનાર 3152 ઇસમ સામે પોલીસની તવાઇ

મેગા ડ્રાઇવ દરમિયાન દારૂ, ટ્રાફિક નિયમોના ભંગ સહિતના ગુનામાં કાર્યવાહી

જૂનાગઢ, તા.12: જૂનાગઢ પોલીસ દ્વારા નવરાત્રિ દરમિયાન શહેર અને જિલ્લામાં મેગા ડ્રાઇવ દ્વારા 3152 શખસ સામે વિવિધ ગુના હેઠળ કાનૂની કાર્યવાહી કરતા આવારા અને માથાભારે તત્ત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના મુજબ  જૂનાગઢ, કેશોદ અને માંગરોળ પોલીસ ડિવિઝન હેઠળ નવરાત્રિમાં મેગા ડ્રાઇવ દ્વારા દારૂના 190, ત્રિપલ સવારીના 761, ડ્રિંક એન્ડ ડ્રાઇવના 97, કાળા કાચ વાળા વાહનોના 187, નંબર પ્લેટ વગરના 118, ફેન્સી નંબર પ્લેટ વાળા 212 વાહન ચાલકો ગેરકાયદે હથિયારના 40, જોખમી રીતે વાહન ચલાવવાના 14, ઉપરાંત બિભત્સ ચેનચાળા કરનારા  7, જાહેરનામા ભંગના 2, ટ્રાફિક ભંગના 1274 તેમજ 250 વાહનો ડિટેઇન કરી નવરાત્રીમાં ખલેલ કરનારા તત્ત્વો સામે લાલઆંખ કરતા નવરાત્રિ પર્વ શાંતિમય ઉજવાયું હતું પોલીસની ઠેર ઠેર પ્રશંસા થઇ રહી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક