સોશિયલ મીડિયામાં પણ સૈનિક હોવાનો ડોળ કરતો હોવાથી ઊંડી તપાસ
પોરબંદર,
તા.30: પોરબંદરની ચોપાટી પર આર્મીના યુનિફોર્મમાં ઇસમ આંટાફેરા કરી રહ્યો હતો. જે આર્મીમેન
ન હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા તેની વિરુદ્ધ એસ.ઓ.જી.એ ગુનો દાખલ કર્યો છે અને
તેના ફેસબુક એકાઉન્ટમાં પણ ઇન્ડિયન આર્મીનો યુનિફોર્મ પહેરેલ હોય તેવા ફોટા અપલોડ કર્યા
હોવાનું ખૂલવાથી
પોલીસે
ઊંડાણથી તપાસ હાથ ધરી છે.
એસઓજીની
ટીમે પૂછપરછ કરતા તે ધોરણ-10 પાસ છે અને મૂળ કુતિયાણાનાં સેગરસ ગામે તથા હાલ રાજકોટના
સાપર વેરાવળમાં લોધિકા રોડ પર આનંદ સોસાયટી ખાતે ભાડાના મકાનમાં રહેતો સંજય ચના ડોડિયા
(ઉં.વ.30) હોવાનું જણાવ્યું હતું તેથી પોલીસે પંચને બોલાવીને આગળ પૂછપરછ હાથ ધરતા તે
સૈન્યનો જવાન હોવાનો ડોળ કરતો હોવાનું ખૂલ્યું હતું.
પોલીસે
સંજયના ચના ડોડિયાની ઝડતી કરતા તેની પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો જેમાં વોલપેપર
પર ઇન્ડિયન આર્મીના જવાનનું ઇન્ડિયન આર્મી યુનિફોર્મની મન્કીકેપથી ઢંકાયેલ ફોટોગ્રાફ
મૂકેલ હતો તથા વોટસએપ સ્ટેટસમાં અને ઇન્સ્ટાગ્રામ આઇડીના પ્રોફાઇલમાં પણ પોતે આર્મી
યુનિફોર્મ પહેરેલા ફોટા મૂકેલા મળી આવ્યા હતા. જેથી પોલીસે તેની પણ તપાસ હાથ ધરી છે.