નાસિક મર્ચન્ટ કો.ઓપરેટીવ બેંક
અને બેંક ઓફ મહારાષ્ટ્રના નકલી ખાતા કેસમાં કાર્યવાહી
અમદાવાદ, તા.7: એન્ફોર્સમેન્ટ
ડિરેક્ટોરેટ (ઈડી)એ માલેગાંવમાં બેંક ખાતાના દુરુપયોગને લગતા એક મોટા કૌભાંડમાં અમદાવાદ
અને મુંબઈમાં 7 સ્થળોએ દરોડા પાડીને 13.5 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. આ મામલો
નાસિક મર્ચનટ કો-ઓપરેટિવ બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રના નકલી ખાતા સાથે સંબંધિત છે.
ઊઉની તપાસમાં સામે આવ્યું છે
કે ગઅખઈઘ બેંકમાં 14 નવા ખાતા ખોલવામાં આવ્યા, જેમાં 100 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા
કરવામાં આવી હતી. બેંક ઓફ મહારાષ્ટ્રની નાસિક શાખામાં પણ આવા જ 5 ખાતા મળી આવ્યા હતા.
સિરાજ અહેમદ મોહમ્મદ હારૂન મેમણ અને તેના સહયોગીઓ પર નિર્દોષ વ્યક્તિઓના ઓળખ દસ્તાવેજોનો
દુરુપયોગ કરીને આ ખાતા ખોલવાનો આરોપ છે.
ઊઉની તપાસમાં સામે આવ્યું છે
કે 21 નકલી ફર્મ અને એકાઉન્ટનો ઉપયોગ કરીને અલગ અલ જગ્યાએ પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા
હતા. આ નકલી ખાતાઓ દ્વારા કરોડો રૂપિયાની રોકડ ઉપાડી લેવામાં આવી હતી. આ કેસમાં આ બે
વ્યક્તિઓ નાગની અકરમ મોહમ્મદ શફી અને વસીમ વલીમોહમ્મદ ભેસનિયાની ધરપકડ કરવામાં આવી
હતી. અત્યાર સુધીમાં કુલ રૂ.18.7 કરોડ રોકડ જપ્ત કરવામાં આવ્યા છે, ડિજિટલ પુરાવા અને
દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે.