17 જીવતા કારતૂસ મળી કુલ રૂ.10.12
લાખનો મુદ્દામાલ કબજે કરાયો
હળવદ, તા.9: હળવદ-અમદાવાદ હાઈવે
ઉપર હળવદ પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી કવાડિયા ગામના પાટિયા પાસેથી પસાર થતી કારને
અટકાવી તલાશી લેતા રાજસ્થાનના વતની કાર ચાલકના કબ્જામાંથી એક પિસ્તોલ, મેગજીન અને
17 જીવતા કારતૂસ મળી આવતા પોલીસે કાર સહિત રૂ.10.1ર લાખનો મુદ્દામાલ કબ્જે કરી આર્મ્સ
એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસને
બાતમી મળી હતી કે, અમદાવાદ-માળીયા હાઈવે પર એક કારમાં હથિયાર સાથે એક શખ્સ પસાર થવાનો
છે. જે બાતમીને આધારે હળવદ પોલીસે કવાડિયા ગામના પાટિયા નજીક વોચ ગોઠવી જીજેર7-ઈસી-9798
નંબરની કારને અટકાવી તલાશી લેતા મૂળ રાજસ્થાનના વતની કાર ચાલક આરોપી અખેરામસિંહ દયાલસિંહ
ચૌધરી (રહે.હાલ શ્રીનાથ રેસિડેન્સી, અમદાવાદ) વાળાના કબજામાંથી એક પિસ્તોલ કિ.રૂ.10
હજાર, એક મેગજીન કિ.રૂ.પ00 તેમજ જીવતા કારતુસ કિ.રૂ.1700 મળી આવતા મહિન્દ્રા એક્સ્યુવી
કાર કિ.રૂ.10 લાખ સહિત કુલ 10,1ર,ર00નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂદ્ધ આર્મ્સ એક્ટ
મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.