અન્ય
તબીબોને અપશબ્દો કહ્યા, હત્યાની ધમકી
પોરબંદર,
તા.21: પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં દર્દીના પુત્રએ જુનિયર તબીબ ઉપર હુમલો
કરી અન્ય તબીબોને હત્યાની ધમકી આપી ઇમરજન્સી વોર્ડમાં પાર્ટીશનનો કાચ ફોડી નાખી, ઓકસીજનના
પાઇપ ખેંચી પાંચ હજાર રૂપિયાનું નુકસાન કરતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.
મૂળ
જામનગરના કાલાવડ તાલુકાના પીઠડીયા ચાલ ગામે
રહેતા અને હાલ પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં આવેલા કડવા પટેલ સમાજ વિદ્યાર્થી ભવનમાં
રહેતા અને સાડા ત્રણ મહિનાથી સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં જુનિયર રેસીડેન્ટ ડોકટર
તરીકે મેડિસીન વિભાગમાં ફરજ બજારતા દીક્ષિત વિનોદભાઇ દોમડીયા નામના 27 વર્ષના યુવાને
કમલા બાગ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. જેમાં જણાવ્યું છે કે ગઇ કાલે સાંજે તેઓ
ઇમરજન્સી વોર્ડમાં દાખલ થતા દર્દીઓની સારવારમાં હાજર હતા ત્યારે સાડા ચાર વાગ્યે રોકડીયા
હનુમાન મંદિર પાછળ શીતલ પાર્ક-2 માં રહેતા અરવિંદભાઇ બચુભાઇ લાડવા નામના 64 વર્ષના
વૃધ્ધે ઝેરી દવા પીધી હોવાથી સારવારમાં દાખલ થયા હતા અને તેમની સારવાર ચાલુ હતી. ડો.
હીનાબેન મોઢા તેમની સારવાર કરતા હતા.
દરમિયાન
દર્દી અરવિંદભાઇ લાડવાનો દીકરો હિરેન ત્યાં આવીને ડો. હીનાબેન મોઢા સાથે મોટા અવાજે
બોલાચાલી કરવા લાગ્યો હતો.
બાદમાં
ડો. દીક્ષિત સાથે માથાકૂટ કરી હતી અને માર માર્યો હતો. બાદમાં ધમકી આપી હતી તેમજ હોસ્પિટલમાં
તોડફોડ કરી હતી.