સીઆઇડી
ક્રાઇમે બીઝેડનો ભોગ બનનાર 150થી વધુ લોકોનાં નિવેદન નોંધ્યાં
અમદાવાદ,
તા.ર1: બીઝેડના સીઇઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
સીઆઇડી ક્રાઇમે ભૂપેન્દ્રસિંહ ઝાલાના 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી પણ કોર્ટે ર4
તારીખ 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. સીઆઇડી ક્રાઇમ દ્વારા 1ર જેટલા મુદ્દાના
આધારે રિમાન્ડની માગ કરાઈ હતી.
ભૂપેન્દ્રસિંહ
ઝાલાની રેગ્યુલર જામીન અરજીનો સીઆઇડી ક્રાઇમ તરફથી વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ પ્રવીણ
ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આરોપી અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, રાજસ્થાન
સહિતની જગ્યાએ ઓફિસો ખોલી ઊંચાં વળતર, નફાની લાલચ આપી કરોડોનું કૌભાંડ આચર્યું છે.
આરોપીએ લોકોના પૈસાથી મોંઘી ગાડીઓ જેવી કે મર્સીડિઝ, ટોયોટા સહિતની ગાડીઓ ગિફ્ટમાં
આપી હતી. ઉપરાંત માલદીવ, બાલી, ગોવા સહિતની જગ્યાએ ટૂર્સ ગોઠવી લોકોને રોકાણ કરાવી
મોટો લાભ મેળવ્યો છે.
આરોપીએ
ટૂરનું પેમેન્ટ બીઝેડ ફાઇનાન્સ સર્વિસમાંથી ચૂકવ્યું છે તેની તપાસ થઈ રહી છે. આરોપી
બીઝેડ ગ્રુપનો સીઇઓ છે, આરોપીએ લોકોને ગિફટ અને 7થી 18 ટકા વળતરની લાલચ આપી પૈસા અંગત
વપરાશમાં લઈ મોટું કૌભાંડ આચર્યું છે. આરોપીએ ર0ર0થી ર0ર4 દરમિયાન 18 મિલકત ખરીદી છે,
જેની કિંમત 3પ કરોડ જેટલી થાય છે. સીઆઇડી ક્રાઇમે કરેલ એફિડેવિટમાં એવો પણ ઉલ્લેખ કર્યો
છે કે, આરોપીએ બીઝેડ કંપનીમાં કુલ 11,ર3ર રોકાણકારો પાસેથી 4રર.96 કરોડ ઉઘરાવ્યા હતા
તે પૈકી 6866 રોકાણકારને 172.59 કરોડ રૂપિયા પરત નહીં આપીને ઠગાઈ આચરી છે. બીઝેડમાં
રોકાણકારો પૈકીના ભોગ બનનાર 1પ0થી વધુ લોકોનાં નિવેદન સીઆઇડી ક્રાઇમે નોંધ્યા છે. હાલમાં
તપાસ ચાલુ છે.