રાજકારણીના પોલીસ પ્રોટેકશનની અરજીમાં પોઝિટિવ અભિપ્રાય આપવા લાંચ માગી હતી
અમદાવાદ,તા.15: ગાંધીનગરના સરગાસણ
વિસ્તારમાં આજે અઈઇ દ્વારા ગોઠવવામાં આવેલા એક છટકામાં સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરોમાં
ફરજ બજાવતો એક અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો છે. સાણંદ સેન્ટરના સિનિયર ઇન્ટેલીજન્સ
ઓફીસર કેતન ગીરીશભાઇ દવેએ એક જાગૃત નાગરિકના પોલીસ પ્રોટેક્શનને રીન્યુ કરવા માટે પોઝિટિવ
અભિપ્રાય આપવાના બદલામાં 80 હજાર રૂપિયાની માંગણી કરી હતી, જે રકમ સ્વીકારતા જ એસીબીની
ટીમે તેમને દબોચી લીધો છે. ગુજરાતમાં આ કદાચ ઈંઇનો પ્રથમ ઙઈં હશે જે લાંચ લેતા એસીબીના
હાથે ઝડપાયો હોય. આ ઘટનાની વિગત મુજબ, ફરિયાદીનું
પોલીસ પ્રોટેક્શન રીન્યુ કરવાના અવેજમાં સીનીયર ઇન્ટેલીજન્સ ઓફિસર કેતનભાઈ દવેએ રૂ.
80 હજારની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ગાંધીનગર
એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીની ટીમે આ અધિકારીને પકડવા
માટે ચોક્કસ આયોજનબદ્ધ છટકું ગોઠવ્યું હતું. ગાંધીનગરના સરગાસણ ચોકડી પાસે કેતનભાઈ
દવેએ ફરિયાદીને લાંચની રકમ સાથે બોલાવ્યા હતા. જ્યારે તેઓ પોતાની ગાડીમાં બેસીને રૂ.
80 હજારની લાંચની રકમ સ્વીકારી રહ્યા હતા, તે જ સમયે વોચમાં ઉભેલી એસીબીની ટીમે ત્રાટકીને
તેમને રંગેહાથ દબોચી લીધા હતા. એસીબીએ લાંચની રકમ કબજે કરીને અધિકારીની અટકાયત કરી
છે. અઈઇ દ્વારા આરોપી કેતનભાઈ દવે વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને
આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.