વડોદરા, તા.3 : માંજલપુર વિસ્તારમાં
રહેતા અને આઈટી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતી મહિલાએ મુંબઈ સાયબર ક્રાઈમના પીઆઈ
તરીકે ઓળખ આપી ડિજીટલ એરેસ્ટ કરી રૂ.10.97 લાખની રકમ પડાવી લીધાની ફરિયાદ નોંધાવતા
સાઈબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી મોબાઈલ નંબર અને બેંક ખાતાના આધારે તપાસ હાથ ધરી હતી.
આ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં
ફરિયાદી મહિલા તેની ઓફિસે હતી ત્યારે અજાણ્યા મોબાઈલ નંબર પરથી અજાણ્યા શખસનો ફોન આવ્યો
હતો અને ફેડેક્ષ કુરીયરમાંથી વાત કરતો હોવાનું જણાવ્યું હતું. તમારું કુરીયર ડિલિવર
નથી થયું કેમ કે તેમાં ગેરકાયદે મટીરિયલ છે. આથી મહિલાએ કોઈ કુરીયર નહીં મગાવ્યાનું
જણાવ્યું હતું અને અજાણ્યા શખસે તમારા નામથી કુરીયર છે અને તમારા આધારકાર્ડનો ઉપયોગ
થયો છે.
બાદમાં આ શખસે ફરિયાદ નોંધાવવાની વાત કરી હતી અને બાદમાં
મહિલાને અન્ય ફોન પર કોન્ફરન્સમાં લીધી હતી અને સામેથી મુંબઈ સાયબર ક્રાઈમના પોલીસ
ઈન્સ.તરીકે ઓળખ આપી હતી અને બાદમા વીડિયોકોલ કરી નાખ્યો હતો અને ડ્રગ્સમાં તેના આધાર
કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જણાવી ધમકાવી હતી અને મહિલાએ તેનું ડેબીટકાર્ડ બતાવ્યું હતું અને બાદમાં મહિલા ઘેર
જતી રહી હતી અને ઘેર જઈ ફરીથી ફોન કરી એક રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવાનું જણાવતા મહિલાએ
રૂ.1 રૂપિયાનું ટ્રાન્જેક્શન કર્યું હતું અને બાદમાં રૂ.10.97 લાખની રકમ ટ્રાન્સફર
કરાવી લીધી હતી અને મહિલાને ડિજીટલ એરેસ્ટ કરી નાણા પડાવી લેવામાં આવ્યાનું જણાતા સાઈબર
ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.