ગોંડલ,તા.3 : ગોંડલમાંથી અઢી માસ પહેલાં રૂ.4.40 લાખની ચોરી કરી ફરાર થયેલા ઈવનગરના તસ્કરને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડી રૂ.3.57 લાખના દાગીના કબજે કર્યા હતા જ્યારે ચોરીમાં સામેલ અન્ય રાજકોટમાં રહેતાં બે તસ્કરની શોધખોળ યથાવત્ રખાઈ છે.
બનાવ
અંગે ગોંડલના રૈયાણી નગરમાં રહેતા ટ્રક ડ્રાઇવર નરેશભાઈ બટુકભાઈ જોષી એ અઢી માસ પહેલાં
નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે બપોરના દોઢેક વાગ્યે પત્ની કૈલાશબેનનો ફોન આવેલો
કે, ઘરમાં કોઈ અજાણ્યો માણસ તાળાં તોડી ચોરી કરેલી છે. જેથી તેઓએ ઘરે આવી જોતા સોના
- ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ.4.40 લાખના મુદ્દામાલની ચોરી થયાનું સામે આવતા
ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
દરમિયાન
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઇ ડી. પી. ઝાલા ટીમ સાથે પેટ્રાલિંગમાં હતાં ત્યારે સાથેના
હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ ડાંગર, કોન્સ્ટેબલ મનીષભાઈ ચાવડા અને ધર્મરાજાસિંહ રાણાને હ્યુમન
તેમજ ટેકનિકલ સોર્સિસના આધારે ગોંડલમાં થયેલ રૂ.4.40 લાખની ચોરીના આરોપી સન્ની ઉર્ફે
કાલી ચંદુ ચુડાસમા (ઉં.વ.19), રહે. - ઈવનગર,
મેંદરડા રોડ, જૂનાગઢને પકડી પાડી સોના ચાંદીના દાગીના સહિત રૂ.3.57 લાખનો મુદ્દામાલ
કબજે કર્યો હતો જ્યારે આ ચોરીના ગુનામાં સંડોવાયેલા ભાદા દુલા સોલંકી (ઉં.વ.40) રહે-ઢેબર
કોલોની મફતિયાપરા રાજકોટ અને આકાશ ઉર્ફે ભભૂતી ચોહાણ (ઉં.વ.35) રહે. ઉત્તરપ્રદેશ પોલીસ
પકડમાં ન આવતા તેની શોધખોળ આદરી છે. ઉલ્લેખનીય છે કે ત્રણેય શખસ વિરુદ્ધ ઘરફોડ ચોરી
સહિતના અનેક ગુના નોંધાયેલા છે.