અમદાવાદ, તા. 3: અમદાવાદના અસારવા વિસ્તારમાં ગત મોડી રાત્રીના સુમારે એક વ્યક્તિએ શરીર પર કેમિકલ છાંટી બીડીથી પોતાને આગ લગાવી દીધી હતી. સ્થાનિક લોકો દ્વારા તેને સારવાર માટે ખસેડાયો પરંતુ તેનું મોડી રાત્રે મૃત્યુ નીપજ્યુ હતું. આ ઘટના અંગે શાહીબાગ પોલીસે અકસ્માત મૃત્યુ નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદ
શહેરના અસારવા ચકલા વિસ્તારમાં ગઇકાલે રાત્રીના સમયે એક કેન્સરના દર્દીએ બિમારીથી ત્રસ્ત
બની આત્મવિલોપન કરી લીધુ હતું. આ વ્યક્તિએ શરીરે કેમિકલ છાંટી બીડીથી પોતાને આગ ચાંપી
દીધી હતી. રસ્તા વચ્ચે આ વ્યક્તિને ભળભળ સળગતો જોઇ આસપાસના દોડી આવેલા લોકોએ તેને ચાદર
ઢાંકી અને પાણી છાંટી આગ ઓલવવા પ્રયાસ કર્યા હતા. પોલીસ સૂત્રોના અનુસાર આધેડ કેન્સરના
દર્દી હતા અને બીમારીથી કંટાળીને તેણે જાહેરમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાનું
પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો
હતો, જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું છે.