• મંગળવાર, 03 ફેબ્રુઆરી, 2026

ચોટીલા ઃ સુરૈઇની સીમમાંથી 18.47 લાખનો દારૂ ઝડપાયો

ચોટીલા, તા.2 ઃ ચોટીલા પોલીસે બાતમીના આધારે સુરૈઈ ગામની સીમમાં દરોડો પાડી સરકારી પડતર ખરાબામાં ઉતારેલો ઇંગ્લીશ દારૂનો રૂ. 18.47.800ના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડી કુલ ત્રણ બુટલેગરો વિરૂધ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તથા ચોટીલા ડીવાયએસપી એસ.એસ.ભદોરીયાની સુચના આધારે બુટલેગરો ઉપર કડક કાર્યવાહી હાથ ધરવાની સુચના અન્વયે પેટ્રોલીંગમાં રહેલા ચોટીલા પીઆઇ જે.એન.સોલંકીને ખાનગી રાહે મળેલી બાતમીનાં આધારે તાલુકાનાં સુરેઇ ગામની ણી સીમમાં પડતર ખરાબા જગ્યામાં પીએસઆઇ બી.એન.ગલચર તથા પોલીસ  સ્ટાફને સાથે રાખી દરોડો પાડતા ઇંગ્લીશ દારૂ બીયરના ચપલાનો જંગી જથ્થો મળી આવ્યો હતો. પોલીસને આ દરોડા દરમ્યાન ઇંગ્લીશ દારૂનાં ચપલા નંગ 5664 તેમજ મોબાઇલ મળી રૂ.18.47.800 નો મુદામાલ પકડી પાડÎો હતો.

પકડાયેલ જથ્થા સાથે બુટલેગર મુળ સુરૈઇના હાલ રાજકોટ રામાપીર ચોકડી રૈયાધાર રાણી રુડીમાં ચોક ખાતે રહેતો ભરતભાઇ છેલાભાઇ બામ્બા જાતે ભરવાડ ઝડપાયો હતો તેમજ એક આરોપી નાસી છુટÎો હતો.પોલીસે ગુનો નોધી હાજર નહિ મળેલા તમામ આરોપી વિરુધ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક