ટ્રકમાં ખાતરની બેગની આડમા છુપાવી લઇ જવાતો દારૂ તથા અન્ય મુદ્દામાલ મળી રૂ.1.6 કરોડનો મુદ્દામાલ જપ્ત
ચોટીલા,
તા.3 : ચોટીલા-સાયલા હાઇવે પર ગોપાલ હોટલના ગ્રાઉન્ડમાંથી પોલીસે 8566800ની કિંમતનો
દારૂ ભરેલો ટ્રક પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર
એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન સાંગાણી ગામની સીમ
ચોટીલા સાયલા નેશનલ હાઇવે રોડ પર આવેલ ગોપાલ હોટલના ગ્રાઉન્ડમાં એક ટાટા કંપનીના ટ્રક
રજી નં. છઉં.52.ઋઅ.4575 વાળામાં ખાતરની બેગની આડમા છુપાવી લઈ જવાતો વિદેશી દારૂનો જંગી
જથ્થો નાની મોટી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ.11,496 પ્રોહી મુદામાલ કુલ કિ.રૂ.85,66,800
તથા ખાતરની કોથળીયો નંગ.રરપ કિ.રૂ.67,500તથા મોબાઇલ ફોન નંગ-1 કી.રૂ.500 તથા ટાટા કંપનીનો
ટ્રક કિંમત રૂપિયા કિ.રૂ.20,00,000 એમ કુલ કિ.રૂ.1,06,34,800નો મુદ્દામાલ પકડી પાડી
ચાલક તથા માલિક તથા દારૂનો જથ્થો મોકલનાર તથા મગાવનાર આરોપીઓ વિરુદ્ધમાં ચોટીલા પોલીસ
સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા મુજબનો ગુનો રજી. કરાવવામાં આવેલો હતો.