• મંગળવાર, 03 ફેબ્રુઆરી, 2026

બગદાણા હુમલા પ્રકરણમાં આઠ આરોપીઓના જામીન મંજૂર

ભાવનગર, તા.2 ઃ ભાવનગરના બગદાણામાં કોળી યુવાન નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં મહુવા સેશન્સ કોર્ટે આજે સુનાવણી દરમિયાન આઠ આરોપીઓની જામીન અરજી મંજૂર કરી છે. આ કેસમાં કુલ 14 આરોપીની ધરપકડ કરાઈ હતી ત્યારે હવે છ આરોપીઓ જેલમાં છે. ભાવનગર જિલ્લાના બગદાણાના કોળી યુવાન નવનીત બાલધીયા હુમલા કેસમાં સીટએ અત્યાર સુધીમાં કુલ 14ની ધરપકડ કરી છે. જેમાં જયરાજ આહીર ઉપરાંત નાજુ કામળિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતીશ વનાળિયા, ભાવેશ સેલાળા, વીરુ સઈડા, પંકજ મેર, કાન કામલિયા, સંજય ચાવડા અને દિનેશ ઉર્ફે દાદુ સોંલંકી નામના આરોપીઓ છે. જેમાંથી આતુ ભમ્મર, વેરુ શઈડા, રાજુ ભમ્મર, ભાવેશ સેલાણા, વિરેન્દ્ર પરમાર, પંકજ મેર, સતીષ વનાળિયા અને ઉત્તમ બાંભણિયાને કોર્ટે જામીન મુક્ત કર્યા છે જ્યારે જયરાજ આહીર સહિત અન્ય 6 આરોપીઓ જેલમાં છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક