• ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026

બેન્કિંગ એપ્સમાંથી ગ્રાહકોને ફસાવતી જાહેરાતો હટાવવા આદેશ

છઇઈં ‘ડાર્ક પેટર્ન’ મુદ્દે આકરાં પાણીએ : બેન્કોને જુલાઈ 2026 સુધીનો સમય આપ્યો

નવી દિલ્હી, તા. 25 : ઘણી વખત કોઈપણ બેન્ક એપ્લિકેશનને ખોલતા જ વધારાની સેવાઓને ખરીદવા માટે વારંવાર મેસેજ અથવા તો નોટિફિકેશન આવતા રહે છે. જેમાં ઘણી વખત એવી સેવાઓ હોય છે જેમાં ચેકઆઉટના સમયે હિડન ચાર્જ બતાવવામાં આવે છે. હવે ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)એ આવા મામલામાં કડકાઈ અપનાવી છે અને ડિજીટલ બેન્કિંગને વધારે પારદર્શક બનાવવા માટે બેન્કોને આદેશ આપ્યો છે.

કેન્દ્રીય બેન્કે ‘િરસ્પોન્સિબલ બિઝનેસ કન્ડક્ટ સંશોધિત નિર્દેશ,2026’ના ડ્રાફ્ટમાં બેન્કોને સખત આદેશ આપ્યો છે. આરબીઆઇએ કહ્યું છે કે બેન્ક જુલાઈ 2026 સુધીમાં પોતાની વેબસાઇટ્સ અને મોબાઇલ એપ્લિકેશનમાંથી તમામ ‘ડાર્ક પેટર્ન’ હટાવે, જે ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા અથવા તો ગ્રાહકો ઉપર દબાણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલી ટ્રિક્સ છે. વધુમાં બેન્કો દ્વારા ફાયનાન્શિયલ સેવા અથવા કોઈપણ અન્ય સેવાની રજૂઆત પહેલા ગ્રાહની સ્પષ્ટ સહમતી અનિવાર્ય રીતે લેવામાં આવે.

આરબીઆઇનું આ કદમ સુનિશ્ચિત કરવાનું છે કે ગ્રાહકોને યોગ્ય જાણકારી આપ્યા વિના કોઈપણ સેવા માટે શુલ્ક ચૂકવવા ગેરમાર્ગે દોરવામાં ન આવે. બેન્કોએ ગ્રાહકોની અનુમતી વિના કોઈપણ સેવાને એક સાથે વેચવા ઉપર પણ રોક મૂકવામાં આવશે. ડાર્ક પેટર્ન ડિજીટલ પ્લેટફોર્મ ઉપર ઉપયોગમાં લેવાતી ટેકનિક છે. જેનો હેતુ યુઝરના વ્યવહારને પ્રભાવિત કરવાનો હોય છે. જેને ગ્રાહકો સરળતાથી સમજી શકતા નથી. જ્યારે હિડન ચાર્જ, ભ્રમિત કરતી લાલચ અને વિકલ્પ મારફતે ગ્રાહકોને વારંવાર સેવા સ્વીકાર કરવા પ્રેરિત કરતા સંકેત સામેલ હોય છે. હવે આવી હરકતોને રોકવા આરબીઆઇ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક