• ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026

સાયબર ફ્રોડ દ્વારા 1500 કરોડની હેરાફેરી

રાજકોટ ગ્રામ્ય પોલીસની સૌથી મોટી કામગીરી: પડધરી પોલીસ સ્ટેશનમાં આઈટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી 6 આરોપીની અટક કરાઈ

ગોંડલ માર્કાટિંગ યાર્ડની પેઢીના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના 900 કરોડ જમા થયા

રાજકોટ. તા.25: ઓપરેશન મ્યુલ હન્ટમાં ગોંડલ માર્કાટિંગ યાર્ડની પેઢીના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના 900કરોડ જમા થયાનો ખુલ્લાસો થયો છે. માર્કાટિંગ યાર્ડનાં બે સંચાલકોના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના200કરોડ જમાં થયાના બનાવમાં રાજકોટના મિહિર રંગાણી, હિરેન લીંબાસીયા અને તેલંગણાંના શખ્સના નામ ખુલતાં તેની ધરપકડ કરાઈ હતી.સાયબર ફ્રોડના કુલ 1500 કરોડ રૂપિયાની હેરફેર થયાનું સામે આવતા પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધાઈ આકરી કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ એસપી વિજયાસિંહ ગુર્જર દ્વારા રાજ્ય વ્યાપી ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન ધરાવતા બેન્ક એકાઉન્ટની માહિતી એકત્રિત કરી કામગીરી શરૂ કરવાની આપેલી સુચનાથી સાયબર ક્રાઈમ પીઆઈ આર. જે. ગોધમની રાહબરીમાં  પીએસઆઇ એમ.એન.રાઠોડ, સી.બી.વાંક તથા ટીમને સાયબર ક્રાઇમ ગાંધીનગર તરફથી મળેલી માહિતીના આધારે આ તમામ એકાઉન્ટનો સમન્વય પોર્ટલ તથા NCCRP PORTAL 1930 પર શંકાસ્પદ એકાઉન્ટ બાબતે તપાસ કરતા તે એકાઉન્ટ પૈકી પડધરી મોવીયા યશ બેંક ખાતે ખુલેલા બેંક એકાઉન્ટ ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે આવેલા જ્યોત ટ્રેડીંગ કંપનીના ખાતામાં તપાસ કરતા એકાઉન્ટમાંથી આશરે 200 કરોડની આસ-પાસની લેવડ-દેવડ મળી આવેલી.જેના આધારે પડધરી પોલીસ સ્ટેશનમાં આઈટી એકટ સહિતની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી 6 આરોપીઓની અટક કરવામાં આવેલી છે. અને આ આરોપીઓ હાલ કોર્ટ કસ્ટડીમાં છે. આ ગુન્હાની તપાસમાં અટક કરેલા આરોપીઓના મળેલા વધુ બેંક એકાઉન્ટની તપાસમાં આરોપી મનિષ કમાણી તથા જય નાદપરા તથા મિહિર રંગાણી મળી આશરે 900 કરોડ રૂપિયાથી વધુની તેના એકાઉન્ટથી હેરફેરનું મળી આવ્યું જેથી  ગુનાની તપાસમાં આ અગાઉના પકડાયેલા આરોપી મનિષ કમાણી તથા જય નાદપરા દ્વારા જે તેના બેંક એકાઉન્ટ મારફતે લેવડ-દેવડ થયેલી હોય તે તમામ રોકડા રૂપિયા ઉપાડી આંગડીયા મારફતે અગાઉના પકડાયેલા આરોપીઓ પ્રવિણાસિંહ પરમાર, મહેન્દ્રાસિંહ જાડેજા તથા મયુરાસિંહ વાઘેલા મોટુ કમિશન લઇ આ આરોપી આદીલુદીન મહમદ  મુનીરૂદીન મહમદને મોકલેલા હોય તેમજ ઓન લાઇન ટ્રાન્સફર કરેલુ મળી આવ્યું હતું.જેથી આ આરોપી આદીલુદીન મહમદ મુનીરૂદીન મહમદને અટક કરેલા છે.તેમજ આ ગુનામાં અગાઉ પકડાયેલા આરોપીઓ મનિષ કમાણી તથા જય નાદપરાના બેંક એકાઉન્ટ મિહીર રંગાણી સાયબર ફ્રોડના નાણાને રોકડમાં રૂપાંતરીત કરી હેર ફેર કરવા માટે આપેલા હોવાનું તપાસમાં ખુલેલુ હોય અને તે એકાઉન્ટમાં નાણાની લેવડ- દેવડ હિરેન લીંબાસીયા મારફતે કરેલી હોય જેથી આ મીહીર રામજી રંગાણીની અટક કરેલી છે. તેની તપાસમાં  તેની પેઢીના નામે અલગ અલગ બેન્ક એકાઉન્ટ મળી આવેલા હોય તેમાં પણ રૂપિયાની લેવડ-દેવડ કરેલી છે. અને આ લેવડ-દેવડ માં પોતાના હસ્તકના એકાઉન્ટમાં પણ રૂપિયાની લેવડ-દેવડ કરેલી છે.જેથી હિરેન લીંબાસીયાની પણ અટક કરેલી છે. તેની તપાસમાં આ મિહીર રંગાણી તથા મનિષ રામાણી હસ્તકના તમામ બેન્ક એકાઉન્ટમાં થયેલા નાણાની લેવડ દેવડ હિરેનભાઇ લીંબાસીયાની મધ્યસ્થી થકી થયેલાનુ તપાસમાં ખુલેલુ છે.આ ગુનામાં આરોપીઓએ અલગ અલગ સમય અને સ્થળે પુર્વ આયોજીત કાવતરૂ રચી, ગુજરાત રાજય તથા અન્ય રાજયના અલગ અલગ ભોગબનનાર વ્યકિતઓને લલચાવી તેઓ સાથે સાયબર ફ્રોડ દ્વારા છેતરપીંડી કે ઠગાઇ કરી નાણા મેળવી ગુનો કરેલો છે.

કોની પેઢીમાં કેટલી હેરફેર કરેલી છે 

ભવ્યા એન્ટરપ્રાઈઝની અને સુરેશ્વર આશરા એન્ટરપ્રાઈઝના સંચાલક મનીષ કમાણીની પેઢીમાં રૂ139 કરોડ, જય નાદપરાની સોન ટ્રેડીંગ અને જયોત એન્ટરપ્રાઈઝમાં રૂ183કરોડ, મીહીર રંગાલીની લોટેલ એગ્રી એકસપોર્ટ સહીતની પેઢીમાં 87 કરોડ તેમજ જેમની હજૂ ધરપકડ બાકી છે.તે લાલો ઉર્ફે યાજ્ઞીક ઝાલાવાડીયાની આશાપૂર એન્ટરપ્રાઈઝ 193 કરોડ અને મોહમદ આદિલુદિનની પેઢીમાં 23 કરોડ જમા થયાનું સામે આવ્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક