કારમાં સવાર બે માસૂમ બાળકોને
પણ ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા, ઈજાગ્રસ્ત વૃદ્ધને વધુ સારવાર માટે જૂનાગઢ રિફર
કરાયા
જેતપુર, તા.13: જેતપુર શહેરની
તત્કાલ ચોકડી નજીક આજે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં
બાઈક ચાલક વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે કારમાં સવાર બે નાના બાળકો પણ ઘાયલ
થતાં તમામને તાત્કાલિક અસરથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો
અનુસાર, જેતપુરની તત્કાલ ચોકડી પાસેથી પસાર થઈ રહેલી એક કાર અને બાઈક વચ્ચે ધડાકાભેર
ટક્કર થઈ હતી. અકસ્માતમાં 6ર વર્ષીય બાઈક ચાલક પરસોતમભાઈ લક્ષ્મણભાઈ મોવલિયા રોડ પર
પટકાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બીજી તરફ, આ ટક્કરના કારણે કારમાં બેઠેલા બે માસૂમ
બાળકો, પ વર્ષીય હસ્નેન શાહિદભાઈ સોરઠિયા અને 6 વર્ષીય જીયા ફાતિમા જાવીદભાઈને પણ ઈજા
પહોંચી હતી.