કેમરૂન ગ્રીનના આક્રમક 79 રન : રબાડાની 3 વિકેટ
અમદાવાદ,
તા.17: ઓસ્ટ્રેલિયન પાવર હિટર કેમરૂન ગ્રીન આઇપીએલમાં આખરે ગાજ્યો હતો. 2પ કરોડી ગ્રીને
ગુજરાત ટાઇન્ટસ સામેના મેચમાં પપ દડામાં 7 ચોક્કા અને 4 છક્કાથી 79 રનની આક્રમક ઇનિંગ
રમી હતી. જો કે અન્ય બેટધરોની નિષ્ફળતાને લીધે કોલકતા નાઇટ રાઇડર્સ 20 ઓવરમાં 180 રનના
સીમિત સ્કોર પર ઓલરાઉટ થયું હતું. કેકેઆરની શરૂઆત ખરાબ રહી હતી અને પાવર પ્લેમાં
37 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ડેથ ઓવર્સમાં પણ કેકેઆર કમાલ કરી શકયું ન હતું અને
ગુજરાત ટાઇટન્સની ચુસ્ત બોલિંગ-ફિલ્ડીંગ સામે આખરી પ ઓવરમાં 32 રનનો જ ઉમેરો કરી શકી
હતી. આ દરમિયાન પ વિકેટ ગુમાવી હતી.
કેકેઆર
કપ્તાન રહાણે ગોલ્ડન ડક થયો હતો. રઘુવંશી 8 રને પાછો ફર્યો હતો. સિફર્ટના નામે 19 રન
રહ્યા હતા. આથી 32 રનમાં 3 વિકેટ પડી ગઇ હતી. આ પછી ગ્રીન અને પોવેલ વચ્ચે ચોથી વિકેટમાં
પપ રનની ભાગીદારી થઇ હતી. પોવેલના 20 દડામાં 2 ચોક્કા-2 છક્કાથી 27 રન થયા હતા. અનુકુલ
રોયે ફકત 9 રનનો જ સહયોગ આપ્યો હતો, પણ ગ્રીન સાથે પાંચમી વિકેટમાં 23 દડામાં 60 રનની
ઝડપી ભાગીદારી કરી હતી. રિંકુ સિંહ (1)ની નિષ્ફળતા ચાલુ રહી હતી. રમણદીપ 17 રન કરી
આઉટ થયો હતો. ગ્રીન ઈનિંગના આખરી દડે રાશિદનો શિકાર થયો હતો. આથી કેકેઆરની ઈનિંગ
180 રને સમેટાઇ હતી. ગુજરાત તરફથી રબાડાએ 3 વિકેટ લીધી હતી. સિરાજ અને અશોક શર્માને
2-2 વિકેટ મળી હતી.