ટ્રિસ્ટન સ્ટબ્સ અને કેએલ રાહુલની અર્ધસદી : છઈઇએ આપેલા 176ના ટાર્ગેટને અંતિમ ઓવરમાં ચેઝ કર્યો
નવી
દિલ્હી, તા. 18 : આઈપીએલ 2026માં શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો સામનો દિલ્હી કેપિટલ્સ
સામે થયો હતો. બન્ને ટીમ વચ્ચે રોમાંચક મુકાબલો બેંગલોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં
રમાયો હતો. જ્યાં દિલ્હીએ છ વિકેટે જીત મેળવી હતી. આ મુકાબલામાં આરસીબીએ દિલ્હીને જીત
માટે 176 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને દિલ્હીએ
અંતિમ ઓવરમાં ચેઝ કર્યો હતો.
રનચેઝમાં
દિલ્હીની શરૂઆત સારી રહી નહોતી અને પાવરપ્લેમાં પથુમ નિસંકા (1 રન), કરુણ નાયર (5 રન)
અને સમીર રિઝવી (2 રન)ની વિકેટ ગુમાવી દીધી હતી. ત્રણેયનો શિકાર ભુવનેશ્વર કુમારે કર્યો
હતો. આ સ્થિતિથી ટ્રિસ્ટન સ્ટબ્સ અને કેએલ રાહુલે મળીને ચોથી વિકેટ માટે 69 રનની ભાગીદારી
કરી હતી. રાહુલે 34 બોલમાં 57 રન કર્યા હતા. જેમાં છ ચોગ્ગા અને બે છગ્ગા સામેલ હતા.
રાહુલ આઉટ થયા બાદ સ્ટબ્સ અને ડેવિડ મિલર વચ્ચે કમાલની ભાગીદારી થઈ હતી અને બન્નેએ
તાડબતોડ અંદાજમાં બેટિંગ કરીને ટીમને જીત અપાવી હતી. સ્ટબ્સે 47 બોલમાં નોટઆઉટ 60 રન
કર્યા હતા જ્યારે મિલરે 10 બોલમાં નોટઆઉટ 22 રન કર્યા હતા.
અગાઉ
આરસીબીએ ટોસ હારીને પહેલા બેટિંગ કરતા 8 વિકેટે 175 રન કર્યા હતા. બેંગલોર તરફથી કોહલી
અને સાલ્ટે મળીને શરૂઆતમાં 52 રનની ભાગીદારી કરી હતી. કોહલી 19 રને આઉટ થયો હતો. બાદમાં
સ્ટબ્સ અને પડ્ડીક્કલ વચ્ચે 47 રનની ભાગીદારી થઈ હતી. પડીક્કલ 18 રને આઉટ થયો હતો.
ફિલ સાલ્ટના રૂપમાં બેંગલોરને ત્રીજો ઝટકો લાગ્યો હતો.તેણે 38 બોલમાં 63 રન કર્યા હતા.
આરસીબીએ બાદમાં સતત વિકેટો ગુમાવતા સ્કોર 175 રન સુધી જ પહોંચી શક્યો હતો.