અમરેલી, તા.17: ધારી તાલુકાના ગરમલી ગામના રવિરાજભાઈ જેબલિયા, જેઓ ચલાલામાં ‘બાપા સીતારામ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ’ ચલાવે છે, તેમની સાથે ડિજિટલ છેતરાપિંડીની ઘટના બની છે. આરોપીએ પોતાનું નામ ‘આનંદકુમાર ઇન્ડિયન આર્મી’ હોવાનું જણાવી અમરેલી એરપોર્ટથી અમદાવાદ સુધી આર્મી કેમ્પ માટે લક્ઝરી બસ ભાડે રાખવાના બહાને સંપર્ક કર્યો હતો. બન્ને વચ્ચે 40,000માં ભાડું નક્કી
થયું
હતું.
બીજા
દિવસે આરોપીએ અન્ય એક ‘કેપ્ટન પ્રવીણકુમાર’ નામના અધિકારીનો નંબર આપી વિશ્વાસ કેળવ્યો
હતો. પેમેન્ટ આપવાના બહાને આરોપીએ યુવકના વોટ્સએપ પર પ્રથમ રૂ.2નું સ્કેનર મોકલ્યું,
જે સ્કેન કરતા યુવકના ખાતામાં પૈસા જમા થયા હતા. આ રીતે યુવકનો ભરોસો જીત્યા બાદ આરોપીઓએ
મોકલેલું બીજું ક્યુઆર કોડ (ચછ ઈજ્ઞમય) સ્કેનર સ્કેન કરતા જ રવિરાજભાઈના બેંક એકાઉન્ટમાંથી
રૂ.34,499.97 કપાઈ ગયા હતા.
નાણાં
ઉપાડી લીધા બાદ આરોપીઓએ પોતાના ત્રણેય મોબાઈલ નંબર સ્વીચ ઓફ કરી દીધા હતા. પોતાની સાથે
છેતરાપિંડી થઈ હોવાનું સમજાતા યુવકે ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આર્મીના
નામે છેતરાપિંડી કરનાર ટોળકી વિરુદ્ધ ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ તેજ
કરી
છે.