• શનિવાર, 18 એપ્રિલ, 2026

પાકિસ્તાનમાં 7-7 કલાકનાં વીજકાપ

ગેસની અછતનાં કારણે વીજળી ઉત્પાદન ખોરવાતા હાલત કફોડી

નવી દિલ્હી, તા.17: ખાડી દેશોનાં તનાવની સીધી અને માઠી અસર પાકિસ્તાનની વીજ વ્યવસ્થા ઉપર વર્તાવા લાગી છે. ગેસનાં પુરવઠામાં આવેલા મોટા અવરોધોનાં કારણે પાકિસ્તાનનાં આશરે તમામ એલએનજી આધારિત વીજ મથકો ઠપ થવાની આરે છે. જેનાં હિસાબે પાક.માં ફરી એકવાર વીજકાપનો યુગ શરૂ થઈ ગયો છે.

ખુદ પાક.નાં ઊર્જામંત્રીએ કબૂલ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્થિતિનાં કારણે ગેર પુરવઠો પ્રભાવિત થયો છે અને વીજ ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો છે. જેનાં કારણે દેશનાં અનેક ભાગોમાં 7-7 કલાક જેટલો વીજકાપ લાગુ કરવામાં આવ્યો છે.

પાકિસ્તાની મીડિયાનાં અહેવાલ અનુસાર દેશમાં અત્યાર આશરે 3400 મેગાવોટ વીજળીની અછત છે. એપ્રિલની શરૂઆતમાં માગ 9 હજાર મેગાવોટ હતો અને તે અચાનક વધીને 20 હજાર મેગાવોટ જેટલી થઈ ગઈ હતી. માગ અને પુરવઠા વચ્ચે આ મોટા તફાવતનાં કારણે સરકાર મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે. સ્થિતિ એવી ઉભી થઈ ગઈ છે કે, 6 હજાર મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતાવાળા એલએનજી પ્લાન્ટમાં પ00 મેગાવોટ વીજળી પણ ઉત્પન્ન થઈ રહી નથી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક