• શનિવાર, 18 એપ્રિલ, 2026

શ્રેયસના અદ્ભુત કેચથી રોહિત-સૂર્યા અવાચક, સચિન અચંબિત

મુંબઈ, તા.17: આઇપીએલના ગઇકાલના મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરનો બ્રાઉન્ડ્રી લાઇન પર હવામાં ડાઇવ મારીને કરેલા અદ્ભુત કેચની દરેક જગ્યાએ ચર્ચા થઇ રહી છે. મુંબઇના કેપ્ટન હાર્દિક પંડયાએ મારેલ ફટકા પર શ્રેયસ અય્યરે ગજબની સ્ફૂર્તિથી બાઉન્ડ્ર લાઇન બહાર ડાઇવ મારી કેચ ઝડપી લીધો હતો અને હવામાં જ સાથી ખેલાડીને પાસ કરી દીધો હતો. આ કેચ તેણે મુંબઇના ડગઆઉટ નજીક લીધો હતો. શ્રેયસના આ મેચથી મુંબઇની છાવણીમાં બેઠેલા રોહિત અને સૂર્યકુમાર પણ હતપ્રભ થઇ ગયા હતા.

મેચ ખતમ થયા બાદ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે શ્રેયસ અય્યરના કેચની ભારોભાર પ્રશંસા કરી હતી. સચિને લખ્યું કે શ્રેયસનો કેચ ફકત એથ્લેટિસિજ્મને લીધે ખાસ નથી, પણ તેની પાછળ તેની સમજણ પણ કમાલની છે. તેણે એક સેકન્ડની અંદર હવામાં દડો ઝડપી અને જમીન પર પડતા પહેલા હવામાં જ રહીને સાથી ખેલાડી તરફ દડો ઉછાળવાનો હતો. જે બધું શ્રેયસ આંખના પલકારામાં કર્યું. આ બધું નિશ્ચિત કરવું અવિશ્વસનીય ટાઇમિંગ અને ફિટનેસનો નમૂનો છે. સચિને શ્રેયસ અય્યરના કેચને  અત્યાર સુધીના સૌથી શાનદાર કેચ બતાવ્યો. જયારે કોમેન્ટેટર નવજોત સિંધુએ તુરત જ કેચ ઓફ ધ ટૂર્નામેન્ટ જાહેર કરી દીધો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક