• શનિવાર, 18 એપ્રિલ, 2026

યુરોપમાં ઈંધણ કટોકટી વચ્ચે રદ થશે વિમાન સેવાઓ

આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીનાં કાર્યકારી વડાએ વગાડી ખતરાની ઘંટડી : યુરોપ પાસે માત્ર છ અઠવાડિયાનું જ વિમાન ઈંધણ

નવી દિલ્હી, તા.17: મિડલ ઈસ્ટનાં સંકટનાં કારણે યુરોપ પાસે જેટ ઈંધણનો પુરવઠો હવે કદાચ માત્ર છ સપ્તાહ જેટલા સમય માટે જ બચ્યો છે અને જો ઈરાન યુદ્ધનાં કારણે ઓઈલનો પુરવઠો અવરોધાતો રહેશે તો બહું જલ્દીથી યુરોપમાં વિમાન સેવાઓ રદ થવા માંડશે.

આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (આઈઈએ)નાં કાર્યકારી વડા ફાતિહ બિરોલે કહ્યું હતું કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝનાં માધ્યમથી ઓઈલ, ગેસ અને અન્ય મહત્ત્વનાં પુરવઠા ખોરવાતા અત્યાર સુધીનું સૌથી મોટું ઊર્જા સંકટ પેદા થઈ ગયું છે. હવે સ્થિતિ બેહદ ગંભીર તબક્કામાં પહોંચી ગઈ છે. તેની વૈશ્વિક અર્થવ્યવસ્થા ઉપર પણ વિપરિત અસરો દેખાવાની છે. આ સંકટ જેટલું લાંબું ચાલશે દુનિયાનાં આર્થિક વિકાસ અને ફુગાવા ઉપર એટલી જ ખરાબ અસર થવાની છે. આ સંકટની અસર સૌપ્રથમ પેટ્રોલ, ગેસ અને વીજળીનાં ભાવ ઉપર દેખાશે. આ આર્થિક સંકટ આકાશની જે સર્વસ્વ પ્રસરી જવાનું છે અને તેની સૌથી વધુ અસર વિકસતા દેશો ઉપર થવાની છે.

ઇ-પેપરના નવા શુલ્ક