અકસ્માત
બાદ અર્ટિકા કાર પુલ નીચે ખાબકી
ગોંડલ,તા.20:
ગોંડલના ઘોઘાવદર રોડ પર ધારેશ્વર ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઈકો કાર
અને અર્ટિકા કાર વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, ટક્કર વાગ્યા બાદ
અર્ટિકા કાર પુલ નીચે ખાબકી હતી. આ દુર્ઘટનામાં કુલ 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા
હતા.
આ અકસ્માતમાં
યાજ્ઞિક ભંડેરી (ઉં.27, રહે. ઘોઘાવદર) ઈકો કારના ચાલક ગોંડલથી પોતાના ગામ ઘોઘાવદર જઈ
રહ્યા હતા
ત્યારે
ભૌતિક વોરા (ઉં.29, રહે. ઉમરાળી, જેતપુર) અર્ટિકા કારમાં સવાર હતા અને મોટા દડવાથી
ગોંડલ થઈને ઉમરાળી પરત ફરી રહ્યા હતા. ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં યાજ્ઞિકભાઈ,
ભૌતિકભાઈ અને ભાવેશ ખૂંટને ઈજા પહોંચતા હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગેની
માહિતી મળતા જ ગોંડલ શહેર એ-ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે
ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.