• સોમવાર, 25 મે, 2026

ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પરથી 45.66 લાખના વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું પોલીસે કન્ટેનર ચાલક અને કિલનરની ધરપકડ કરી પાંચ શખસ સામે ગુનો નોંધ્યો

ધ્રાંગધ્રા તા.24 : ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પરથી રૂ.45.66 લાખના વિદેશી દારૂ ભરેલું એક કન્ટેનર ઝડપી પાડયું છે. કલ્પના ચોકડી નજીકથી ઝડપાયેલા આ કન્ટેનર સાથે સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમે હરિયાણાના કન્ટેનર ચાલક અને  કિલનરની ધરપકડ કરી પાંચ શખસ સામે ગુનો નોંધ્યો છે.

ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પરથી હળવદ તરફ વિદેશી દારૂ ભરેલું કન્ટેનર જતું હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબી ટીમે હાઇવે પર કલ્પના ચોકડી પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં બંધ બોડીનું કન્ટેનર પસાર થતાં તેને અટકાવી તલાશી લેતાં વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની 27,072 બોટલ કિં. રૂ.45,660 કન્ટેનર કિં. રૂ.20,00,000 મોબાઇલ કિં.રૂ.10,000 સહિત રૂ.65.76 લાખના મુદ્દામાલ સાથે ચાલક જયકુમાર ઉદયવીર પવાર અને કલીનર મીન ધરમીવીર મીરસી બન્ને રહે. હરિયાણાને ઝડપી પાડયા હતા.

બનેની સઘન પૂછપરછ કરતા વિદેશી દારૂ ભરેલું કન્ટેનર આપનાર પવનકુમાર રાજેન્દ્રકુમાર બરવાલ, કન્ટેનરના માલિક તથા વિદેશી દારૂ મંગાવનાર સહિતનાઓની પણ સંડોવણી બહાર આવી હતી. આથી એલસીબી પોલીસે ઝડપાયેલા બે શખસો તેમજ હાજર મળી નહી આવેલા શખસો સહિત કુલ પાંચ શખસ વિરૂધ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક