• મંગળવાર, 16 જૂન, 2026

પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલની સજા મોકૂફીની અરજી હાઈ કોર્ટે ફગાવી સાણંદની સેશન્સ કોર્ટે જમીન કૌભાંડમાં ચાર વર્ષની સજાનો હુકમ કર્યો હતો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.15: પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલે ચેખલા જમીન કૌભાંડ કેસમાં સેસન્સ કોર્ટમાં પડેલી સજા રદ કરવા કરેલી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. સાણંદ કોર્ટે વર્ષ 2025માં રમણ પટેલને બનાવટી દસ્તાવેજના કેસમાં 4 વર્ષની સજા અને રૂ.1.40 લાખનો દંડ ફટકાર્યો હતો. સેસન્સ કોર્ટના ચુકાદાને રમણ પટેલે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં સજા રદ કરવા દાદ માગી હતી અને ચુકાદા પર સ્ટેની માગણી કરી હતી. આ મામલે હાઇકોર્ટે રમણ પટેલની સજા રદ કરવા કે સ્ટેની માગણી બંનેને ફગાવી દીધી છે.

સાણંદમાં ચેખલા ગામમાં બનાવટી દસ્તાવેજ બનાવીને જમીન પચાવી પાડવાના કેસમાં રમણ પટેલને 2025ના રોજ સેશન્સ કોર્ટે છતેરાપિંડી અને પૂર્વ આયોજીત કાવતરુંના ગુનામાં 4 વર્ષની સજા ફટકારી હતી. નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવા આરોપી રમણ પટેલે મામલતદારનો નકલી હુકમ બનાવીને જમીન પચાવી પાડી હતી. બિલ્ડર સામે સરકારી દસ્તાવેજો સાથે છેડછાડ અને છેતરાપિંડીની ફરિયાદ થતા તેની ધરકપડ કરવામાં આવી છે. સરકાર તરફથી તેનો વિરોધ કરતા એવી દલીલ કરી હતી કે, આરોપી સામે જમીન હડપવાના અનેક ગુના નોંધાયા છે. તે રાજકીય વગ ધરાવે છે અને રીઢો ગુનેગાર છે. તેની સામે જમીન સંબંધિત 10 કરતા વધુ ગુના નોંધાયા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક