એલસીબી
ટીમે આધારે દરોડો પાડી 5 દેશી તમંચા સાથે 6 આરોપીઓની કરી ધરપકડ
અમારા
પ્રતિનિધિ તરફથી
અમદાવાદ,
તા.8: આગામી રથયાત્રા પૂર્વે પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સરહદી વિસ્તારમાં પેટ્રોલીંગ
દરમિયાન વારાહી, સમી અને શંખેશ્વર પંથકમાંથી ગેરકાયદે હથિયારો બનાવવાનું મોટું નેટવર્ક
ઝડપી પાડયું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી અલગ-અલગ જગ્યાએ હાથ ધરાયેલી કોમ્બિગ
કાર્યવાહીમાં પોલીસે 5 દેશી તમંચા, 4 જીવતા કારતૂસ અને હથિયાર બનાવવાની સાધન-સામગ્રી
સાથે કુલ 6 શખસોને ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓ વિરૂદ્ધ અલગ-અલગ 5 ગુનાઓ રજીસ્ટર
કરી આગળની તપાસ સ્થાનિક પોલીસને સોંપવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ પકડાયેલા શખસોમાં
મઝહરહુસૈન સૈદુમિયાં કાલુમિયાં સૈયદ, ઈકબાલખાન અયુબખાન કરીમખાન મલેક, અશરફખાન રાજીખાન
દલાજી મલેક, નસીબખાન ઉર્ફે લાલો મહેબુબખાન મલેક, હનીફ દરીયાખાન ભટ્ટી અને મોબીનભાઈ
ગનીભાઈ હજીજભાઈ વેપારીનો સમાવેશ થાય છે. જેમાં મુખ્ય આરોપી મઝહરહુસેન સૈયદ સામે અગાઉ
પણ ગુનો નોંધાયેલો છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ ડાહ્યા ઉકા માજીરાણા વિરુદ્ધ
18 ગુના નોંધાયેલા છે અને દરિયાખાન ભટ્ટી હાલ ફરાર છે, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન
કર્યા છે.