• શુક્રવાર, 10 જુલાઈ, 2026

ઓપરેશન સિંદૂર માત્ર ડેમો હતો ઃ મોદી

ઓસ્ટ્રેલિયામાંથી પાકને ચેતવણી આપતાં વડાપ્રધાને કહ્યું ધડાકાની ગુંજ દુનિયાએ સાંભળી

સિડની, તા. 9 ઓસ્ટ્રેલિયા પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મેલબોર્નમાં માર્વલ સ્ટેડિયમમાં ભારતીય સમુદાયના 30 હજારથી વધુ સભ્યોને સંબોધતાં પાકિસ્તાનને ચેતવણી આપી હતી. ઓસ્ટ્રેલિયાઈ વડાપ્રધાન એંથની આલ્બનીઝ સાથે મંચ પરથી મોદીએ પાકિસ્તાનને કડક સંદેશ આપતાં કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો.

ધડાકા ભારતે આતંકવાદી અડ્ડાઓ પર કર્યા હતા, પરંતુ તેની ગુંજ આખી દુનિયામાં સંભળાઈ હતી તેવું વડાપ્રધાન બોલ્યા હતા.

છેલ્લા બાર વર્ષમાં ત્રીજીવાર ઓસ્ટ્રેલિયા આવીને મેં હેટ્રિક કરી છે, તેવું કહેતાં મોદીએ જણાવ્યું હતું કે, 21મી સદીનું ભારતિવકસિત થવાના લક્ષ્ય પર કામ કરી રહ્યું છે. વેનેઝુએલાના ભૂકંપ વખતે પડખે ઊભા રહેલા પોતાના દેશની વાત કરતાં તેમણે કહ્યું હતું કે, મદદ કરતી વખતે ભારત દેશ પાસપોર્ટનો રંગ નથી જોતો, એટલે દુનિયા ભારત પર ભરોસો કરે છે. ઓસ્ટ્રેલિયા અને ભારતના સંબંધોમાં સમરૂપ ભૂમિકા ભારતીય પ્રવાસી સમુદાય ભજવી રહ્યો છે તેવું મોદી બોલ્યા હતા. વડાપ્રધાને કહ્યંy હતું કે, ઓસ્ટ્રેલિયા પાસેથી યુરેનિયમ મળતાં ભારતના સ્વચ્છ ઊર્જા મિશનને મજબૂતી મળશે. બે દેશ સાથે મળીને દુર્લભ ખનિજ કોરિડોર પણ વિકસિત કરશે.

-----------

વિદેશમાં ભારતીયો ઉપર હુમલાનું ષડયંત્ર !

બ્રિટન અને કેનેડામાં ભારતીય સમુદાયને નિશાન બનાવવા ઈંજઈં અને ખાલિસ્તાનનું ખતરનાક કાવતરું

નવી દિલ્હી, તા.9 ભારતીય ગુપ્તચર એજન્સીઓએ બ્રિટન અને કેનેડામાં રહેતા ભારતીય સમુદાયની સુરક્ષા બાબતે ગંભીર ચેતવણી જાહેર કરી છે. ગુપ્તચર માહિતી અનુસાર, પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈ અને ખાલિસ્તાન સમર્થક તત્ત્વો ભારત તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થક માનવામાં આવતા લોકો પર હુમલાની કથિત રીતે સાજિશ બનાવી રહ્યા છેગુપ્તચર અધિકારીઓના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક વર્ષોમાં બ્રિટન અને કેનેડામાં ભારતીય સમુદાય વિરુદ્ધ ખાલિસ્તાન સમર્થક તત્વો દ્વારા કથિત રીતે દ્વેષજન્ય ગુનાઓ અને હિંસક ઘટનાઓમાં વધારો નોંધાયો છે. અગાઉ આવી ઘટનાઓ છૂટક બનતી હતી પરંતુ હવે તે વધુ સંગઠિત રીતે કરવામાં આવે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક