• ગુરુવાર, 09 જુલાઈ, 2026

મમતાને ફરી ઝટકો : ઈડી દ્વારા તૃણમૂલનાં બેન્ક ખાતાં ફ્રીઝ

કેન્દ્રીય સશત્ર પોલીસદળોની મદદથી એજન્સીએ દરોડા પાડયા

નવી દિલ્હી, તા. 8 : અન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ પૂર્વ?મુખ્યમંત્રી મમતા બેનર્જીને ઝટકો આપતાં તૃણમૂલ કોંગ્રેસના બેન્ક ખાતાં ફ્રીઝ કરી નાખ્યાં હતાં, જેમાં 440 કરોડ રૂપિયા જમા છે.

આ કાર્યવાહી કોલકાતા પોલીસ દ્વારા મમતા પક્ષના મુખ્ય ત્રણ બેન્ક ખાતાં પર કરેલા ‘ડેબિટ ફ્રીઝ’ બાદ કરાઈ છે. ઈડીએ બુધવારે તૃણમૂલ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડયા હતા, જેમાં કેન્દ્રીય સશત્ર પોલીસ દળોની મદદ એજન્સીએ લીધી હતી. ઈડી  આ ખાતાંઓનો ઉપયોગ ભ્રષ્ટાચાર, વસૂલી અને સ્થાનિક તસ્કરીથી મળેલા રૂપિયા છુપાવવા કરાયો છે કે કેમ તેની તપાસ કરી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક