• ગુરુવાર, 09 જુલાઈ, 2026

વિમ્બલ્ડનના સૌથી લાંબા ક્વાર્ટર ફાઇનલમાં જીત મેળવી જોકોવિચ સેમિમાં

લંડન, તા.8: ટેનિસના મહાન ખેલાડી અને 24 વખતના ગ્રાંડસ્લેમ વિજેતા નોવાક જોકોવિચે ફરી એકવાર તેના લડાયક જુસ્સાનો પરિચય આપીને વિમ્બલ્ડનમાં સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી છે. કવાર્ટર ફાઇનલમાં 39 વર્ષીય જોકોવિચનો તેનાથી 1પ વર્ષ નાના ખેલાડી કેનેડાના ફેલિક્સ ઓગર એલિયાસિમ વિરુદ્ધ પ કલાક અને 1પ મિનિટની મેરેથોન લડત બાદ 7-6, 3-6, 6-3, 6-7 અને 7-6થી સંગીન વિજય થયો હતો. આ મેચ વિમ્બલ્ડન ઇતિહાસનો સૌથી લાંબો કવાર્ટર ફાઇનલ મેચ બની રહ્યો હતો. આ ઉપરાંત જોકોવિચની વિમ્બલ્ડન કેરિયરનો પણ સૌથી લાંબો મેચ છે. મેચ દરમિયાન જોકોવિચને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. પહેલા સેટમાં તેને ઇજા થઇ હતી, પણ હાર માની નહીં. સેમિ ફાઇનલમાં જોકોવિચની ટક્કર વિશ્વ નંબર વન ઇટાલીના ખેલાડી યાનિક સિનર વિરુદ્ધ થશે.

ઇ-પેપરના નવા શુલ્ક